Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

હેલ્‍સની ફીફટી : ઈંગ્‍લેન્‍ડ ૫ વિકેટે જીત્‍યુ ભારત ૧૪૮/૫, ઈંગ્‍લેન્‍ડ ૧૪૯/૫ : બેટ્‍સમેનો - બોલરોનો જાદુ ચાલ્‍યો

 એલેક્‍સ હેલ્‍સની જોરદાર બેટિંગે ઇંગ્‍લેન્‍ડને રોમાંચક મોડ પર પહોંચી ટી૨૦ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ મેચમાં પાંચ વિકેટે જીત નોંધાવી હતી, ત્રણ મેચોની સીરીઝને જીવંત બનાવી. ટી૨૦મા ટાઙ્ઘસ ગુમાવ્‍યા બાદ પહેલા બેટિંગ કરનાર ભારતે ત્રણ વિકેટ પર ૨૨ રન કર્યા બાદ પાંચ વિકેટ પર ૧૪૮ રન બનાવી ઇંગ્‍લેન્‍ડને ૧૪૯ રનનો ટાર્ગેટ આપ્‍યો હતો. કેપ્‍ટન વિરાટ કોહલીએ સૌથી વધુ ૪૭ રન બનાવ્‍યા હતા. તેના માટે તેણે ૩૮ બોલ રમી એક ચોગ્‍ગો અને બે છગ્‍ગા ફટકાર્યા હતા. મહેન્‍દ્ર સિંહ ધોનીએ ૨૪ બોલ પર પાંચ ચોગ્‍ગાની મદદથી ૩૨ રન નોટ આઉટ જયારે સુરેશ રૈનાએ ૨૦ બોલ પર ૨૭ રનનું યોગદના આપ્‍યું. ઇંગ્‍લેન્‍ડે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ પર ૧૪૯ રન બનાવી જીત નોંધાવી. હવે ત્રીજી ટી૨૦ આઠ જુલાઇના રોજ બ્રિસ્‍ટલમાં રમાશે. ઇંગ્‍લેન્‍ડ ૧૪૮દ્ગક્ર સરળ લક્ષ્યાંકને પાંચ વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો હતો. ઇંગ્‍લેન્‍ડ માટે એલેક્‍સ હેલ્‍સે સૌથી વધુ નોટ આઉટ ૫૮ રન બનાવ્‍યા. ૪૧ બોલમાં ચાર ચોગ્‍ગા અને ૩ છગ્‍ગા ફટકાર્યા હતા. આ સિવાય જોની બેયરસ્‍ટોએ નોટ આઉટ ૨૮ રનનું યોગદાન આપ્‍યું હતું. ભારતે પણ ૪૪ રન આપી ત્રણ વિકેટ પાડી દીધી હતી. પરંતુ છઠ્ઠી ઓવરમાં ક્રીઝ પર હેલ્‍સે પગ મૂકતા જ જોરદાર ઇનિંગ્‍સ રમ્‍યો અને તેને ‘મેન ઓફ ધ મેચ' માટે પસંદ કરાયો. જેસન રોય (૧૫)એ ઉમેશ યાદવ (૩૬ રન આપ્‍યા)ની પહેલી ઓવરમાં એક છગ્‍ગો અને બે ચોગ્‍ગાની મદદથી ૧૪ રન બનાવ્‍યા પરંતુ ઝડપી બોલ પર પોતાની આગળની ઓવરના પહેલા બોલ પર તેની ડાંડી ઉડી ગઇ. ઉમેશે બીજા સલામ બેટસમેન જોસ બટલર (૧૪)ને કોહલીના હાથે કેચ કરાવ્‍યો. કોહલીએ આ ઓવરમાં પહેલા બટલરનો સરળતાથી કેચ પણ છોડયો હતો. કોહલીએ પાવરપ્‍લે સમાપ્ત બાદ તરત જ યુજવેન્‍દ્ર ચહલને બોલ સોપ્‍યો જેને જે રૂટ (નવ)ની ગુગલી પર બોલ્‍ડ કરી કેપ્‍ટનને નિરાશ કર્યો નહીં. પરંતુ આ અવસરને બાદ કરતાં ભારતના બંને સ્‍પિનર આજે છેલ્લી મેચની જેમ જ કમાલ કરી શકયા નહીં. હેલ્‍સે ચહલ પર ડીપ મિડવિકેટ પર કુલદીપ યાદવ પર લોંગ ઓન ક્ષેત્રમાં છગ્‍ગા ફટકાર્યા. જયારે ચહલ અને કુલદીપની ચાલશે નહીં તો ધોનીને હાર્દિક પંડ્‍યાને બોલ સોંપ્‍યો જેને બીજા સ્‍પૈલના પહેલાં બોલ પર શિખર ધવને કેપ્‍ટન ઇયોન મોર્ગન (૧૭)નો બાઉન્‍ડ્રી પર જબરદસ્‍ત કેચ લીધો. બેયરરસ્‍ટોએ ભુવનેશ્વર કુમારના બોલ પર કેચ પકડયો તે પહેલાં કુલદીપ પર સતત બે છગ્‍ગા લગાવ્‍યા. ઇંગ્‍લેન્‍ડને છેલ્લી ઓવરમાં ૧૨ રનની જરૂર હતી. હેલ્‍સે ભુવનેશ્વરની આ ઓવરમાં પહેલાં બે બોલ પર છગ્‍ગા અને ચોગ્‍ગા સતત ફટકારી પોતાની ટીમને જીત સુનિશ્ચિત કરાવી. ટોસ હારી પહેલાં બેટિંગ કરતાં ટીમ ઇન્‍ડિયાએ ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૪૮ રન બનાવ્‍યા અને ઇંગ્‍લેન્‍ડને સામે જીત માટે ૧૪૯ રનોનો ટાર્ગેટ આપ્‍યો હતો. ભારતીય ટીમ માટે કોહલીએ સૌથી વધુ ૪૭ રન અને ધોનીએ ૩૨ રનની ઇનિંગ્‍સ રમ્‍યા હતા. આ સિવાય સુરેશ રૈનાએ ૨૭ રનનું યોગદાન આપ્‍યું. ઇંગ્‍લેન્‍ડની બોલિંગ શાનદાર રહી અને ડેવિડ વિલી, જેક બોલ, લિયામ પ્‍લંકેટ, અને આદિલ રશીદે એક-એક વિકેટ લીધી હતી.

(4:17 pm IST)
  • નર્મદાના સાગબારા પંથકમાં ભારે વરસાદને કારણે ભોર આંબલી ગામ પાણીમાં ડૂબ્યું : નદીમાં પુર ને કારણે ગામમાં પાણી ફરી વળ્યા : ખેત મજૂરો સહિત અન્ય ગામમાં ગયેલ લોકો ફસાયા : નદીમાં સુરક્ષા દીવાલ ન હોવાને કારણે ઘરોમાં ઘુસી ગયા પાણી access_time 7:19 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • અમારી સરકારમાં કોઈ યોજનાઓ લટકતી-ભટકતી-અટકતી નથીઃ રાજસ્‍થાનમાં ૨૧૦૦ કરોડની યોજનાઓનો શિલાન્‍યાસ કરતા મોદીઃ જંગી રેલીને સંબોધનઃ કોંગ્રેસ ઉપર પ્રહારો access_time 4:26 pm IST