Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ભારત શ્રીલંકા સામે વન-ડે, ટી૨૦ ક્ષેણી ૧૩થી ૨૫ જુલાઈમાં રમશે

ભારતીય ટીમના શ્રીલંકાના પ્રવાસની તારીખો આવી : ૩ વન-ડે, ૩ ટી૨૦ માટેની ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડ

નવી દિલ્હી, તા. : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ અને ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીના કાર્યક્રમની જાહેરાત થઈ છે. હોસ્ટ બ્રોડકાસ્ટર સોની નેટવર્ક સોમવારે શ્રેણીના સંપૂર્ણ શેડ્યૂલને ટ્વિટ કર્યું છે. ત્રણ વનડે મેચ ૧૩, ૧૬ અને ૧૮ જુલાઈના રોજ રમાશે. જ્યારે ટી ૨૦ સીરીઝ ૨૧ જુલાઇથી શરૂ થશે અને પછી બે મેચ ૨૩ અને ૨૫ જુલાઈએ રમાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (ડબ્લ્યુટીસી ફાઇનલ) જે ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવા ગયા હતા તે શ્રીલંકાની શ્રેણીમાં ભાગ નહીં લે. એટલે કે, ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત જેવા ખેલાડીઓ શ્રેણીમાં રમતા જોવા મળશે નહીં. તે બધા હાલમાં ઈંગ્લેન્ડમાં છે. ટીમ ૧૮ જૂનથી ન્યૂઝીલેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. પછી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યજમાનો તરફથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ યોજાશે.

ભારતના પૂર્વ કેપ્ટન અને હાલમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ) ના વડા રાહુલ દ્રવિડ શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમના કોચ રહેશે. અગાઉ, ૨૦૧૪ માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન, તે ટીમના બેટિંગ સલાહકાર તરીકે કામ કરી ચૂક્યો હતો. બીસીસીઆઈના અધિકારી, ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતાં, એનસીએના મુખ્ય કોચ પ્રવાસ પર રહેશે તેની પુષ્ટિ કરી હતી. રવિ શાસ્ત્રી, ભરત અરૂણ અને વિક્રમ રાઠોડ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમ સાથે રહેશે. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફ ઇંગ્લેન્ડમાં હશે. આવી સ્થિતિમાં, દ્રવિડ યુવા ટીમને માર્ગદર્શન આપે તો સારું. તે પહેલાથી યુવા ખેલાડીઓ સાથે કામ કરી ચુક્યા છે.

દ્રવિડે ૨૦૧૯ માં એનસીએના વડાની જવાબદારી સંભાળતાં પહેલા અંડર ૧૯ ની સાથે સાથે ભારતની '' ટીમ સાથે કામ કર્યું છે. વર્ષોથી રાષ્ટ્રીય ટીમ માટે બેન્ચ સ્ટ્રેન્થ બનાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે .૨૦૧૫ માં તેણે અંડર -૧૯ અને '' ટીમોની કમાન સંભાળી હતી.

(9:23 pm IST)