Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સિઝન શરૂ કરવા માટે IPL પર્ફેક્ટ છે : પહેલાં કેમ્પ જરૂરી

ભારતીય બોલર દીપક ચહરનો મત : આઈપીેએલ રિધમમાં આવવા માટે પ્લેયરોને મદદ કરશે

મુંબઈ, તા. ૭ : ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર દીપક ચહરનું કહેવું છે કે, સીઝનની શરૂઆત કરવા માટે આઇપીએલ એકદમ પર્ફેક્ટ છે પણ એ પહેલાં કૅમ્પ યોજવો જરૂરી છે. ચહરને ડિસેમ્બર ૨૦૧૯માં સ્ટ્રેસ ફ્રૅક્ચર થયું હતું. હાલના કોરોનાને કારણે મળેલા બ્રેકમાં તે પોતાની લોઅર બૅન્ક અને ઍક્શન પર કામ કરી રહ્યો છે. ચહરના મતે આવતા ત્રણ-ચાર મહિનામાં પૂરેપૂરો રિકવર થઈ જશે. પોતાની ઇન્જરી અને આઇપીએલ વિશે વાત કરતાં ચહરે કહ્યું કે 'મને થયેલી ઈજામાંથી સંપૂર્ણપણે સારો થતાં હજી ત્રણ-ચાર મહિના લાગશે છતાં હું ડરી રહ્યો છું, કારણ કે મારી કરીઅરનો આ સૌથી મહત્ત્વનો તબક્કો છે જ્યાં આઇપીએલમાં પણ હું સારું પર્ફોર્મ કરી રહ્યો છું. લોકડાઉન શરૂ થયું હતું ત્યારે હું ફિટ હતો,

           પણ અમને કહેવામાં આવ્યું કે તમારે ઘરમાં જ રહેવાનું છે. સતત રમી રહ્યા હોવાને કારણે અઢી વર્ષ પહેલાં પણ હું ઈજાગ્રસ્ત થયો હતો. જ્યાં સુધી આઇપીએલની વાત છે તો આપણે ધીમે-ધીમે સિસ્ટમમાં કમબૅક કરવું જોઈએ. મારા ખ્યાલથી સીઝનની શરૂઆત કરવા માટે આઇપીએલ પર્ફેક્ટ છે. રિધમમાં આવવા માટે એ પ્લેયરોને મદદ કરશે. જો બ્રેક પછી પ્લેયર તરત જ વન-ડે ટેસ્ટ રમવા લાગી જાય તો તેમના શરીર પર વજન આવવા માંડે છે. આઇપીએલમાં માત્ર બોલરો નહીં, દરેક ક્રિકેટરને ટૉપ ક્લાસની સ્પર્ધામાં રમતા જોઈ શકાય છે, પણ એ બધા પહેલાં પ્રોપર કૅમ્પ યોજવો જરૂરી છે જેથી પ્લેયર પોતાનો લય પાછો મેળવી શકે.'

(7:52 pm IST)