Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગેઈલે તોડ્યો વિવ રિચડ્ર્સનો રેકોર્ડ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વિશ્વકપના ૧૦માં મુકાબલામાં તોફાની ક્રિસ ગેલ ઝડપી આઉટ થઈ ગયો હતો. પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૧૭ બોલમાં ૨૧ રન બનાવીને આઉટ થયો પરંતુ તેણે આ ઈનિંગમાં છ રન બનાવવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો.

હકીકતમાં ક્રિસ ગેલ વિશ્વકપના ઈતિહાસમાં એકમાત્ર ખેલાડી છે, જેણે આ ટૂર્નામેન્ટમાં ૧૦૦૦થી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ છે, જે વિશ્વકપમાં ૯૦૭ રન બનાવી ચુકયો છે. વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ક્રિસ ગેલના રનની સંખ્યા ૧૦૧૫ થઈ ગઈ છે. એટલું જ નહીં ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝનો એવો ત્રીજો ખેલાડી બની ગયો છે જેણે વિશ્વકપમાં ૧૦૦૦ રનથી વધુ રન બનાવ્યા છે.

વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. બ્રાયન લારાએ વિશ્વકપની ૩૪ મેચોમાં ૧૨૨૫ રન બનાવ્યા છે. આ સિવાય વિવ રિચર્ડ્સ પણ વિશ્વકપમાં ૨૩ મેચોમાં ૧૦૧૩ રન બનાવી ચુકયા છે. આ મામલામાં હવે ક્રિસ ગેલે વિવ રિચર્ડ્સને પાછળ છોડી દીધા છે. ક્રિસ ગેલે ૨૮ મેચોમાં ૧૦૧૫ રન બનાવી લીધા છે.

વિશ્વકપમાં પ્રથમ બેવડી સદી પણ ક્રિસ ગેલના નામે છે. વર્ષ ૨૦૧૫માં ક્રિસ ગેલે ૨૧૪ રનની ઈનિંગ રમી હતી. પરંતુ તે વિશ્વકપમાં માર્ટિન ગુપ્ટિલે ૨૩૭ રન બનાવીને તેનો રેકોર્ડ તોડી દીધો હતો.

(2:24 pm IST)