Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય અંડર - 19 ટીમમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ

અર્જુનની પસંદગી ચાર દિવસીય બે ટેસ્ટ મેચો માટે કરવામાં આવી છે.

મુંબઈ :જુલાઈ મહિનામાં અંડર-19ના શ્રીલંકા પ્રવાસ માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરના પુત્ર અર્જુન તેંડૂલકરનો સમાવેશ કરાયો છે  ભારતીય અંડર-19 ટીમ જુલાઈમાં શ્રીલંકા વિરૂદ્ધ ચાર દિવસીય અને એક દિવસીય મેચ રમશે. 18 વર્ષિય અર્જુનની પસંદગી ચાર દિવસીય બે ટેસ્ટ મેચો માટે કરવામાં આવી છે.જોકે, એક દિવસીય સ્ક્વોર્ડમાં અર્જુન પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે, જે પાંચ મેચોની સિરીઝ રમાશે.
   અર્જુન જોનલ ક્રિકેટ એકેડમીમાં થયેલ અંડર-19 ક્રિકેટના કેમ્પનો પણ ભાગ હતો અને તે મેચો પણ રમી છે. આશીષ કપૂર, જ્ઞાનેન્દ્ર પાંડ અને રાકેશ પારીખ અંડર-19 સ્તરના પસંદગીકાર છે. ચાર દિવસીય મેચોની સ્ક્વોડની કમાન દિલ્હીના વિકેટ કિપર બેટ્સમેન અનુજ રાવતને આપવામાં આવી છે. રાવતે 2017-18 રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આનાથી પહેલા પાછલા વર્ષે અંડર-19 એશિયા કપમાં પણ તેની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે એક દિવસીય સ્કવોડની કેપ્ટનસી આર્યન જુયાલને સોંપવામાં આવી હતી, જેને વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ તરફથી લિસ્ટ એ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.

(8:08 pm IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST

  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST