Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં રાજયર્ધનસિંહએ હીર ઝળકાવ્યું: મેડલ- રોકડથી સન્માનીત

રાજકોટ,તા.૭: વિશ્વના સૌથી મોટા ઓલિમ્પીયાડ સાયન્સ ઓલિમ્પીયાડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઈન્ટરનેશન ઓલિમ્પીયાડ ૨૦૧૭- ૧૮માં રાજકોટના વિદ્યાર્થીએ ઈન્ટરનેશનલ રેન્ક પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું છે. રાજકોટથી ૨૧૫૮૮ વિદ્યાર્થીઓએ આ ઓલિમ્પીયાડમાં ભાગ લીધો હતો. રાજકોટના સ્કોટલર્સ એકેડેમીના ધો.૭ના વિદ્યાર્થી રાજવર્ધનસિંહ ધોલટએ ઈન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પીયાડ ધો.૪ની વિદ્યાર્થીની ધ્યાની આનંદકાંતએ નેશનલ સાઈબર ઓલિમ્પીયાડમાં ઈન્ટરનેશનલ રેન્ક બે પ્રાપ્ત કર્યો બંને વિદ્યાર્થીઓને એવોર્ડ રૂપે સિલ્વર મેડલ અને ૨૫ હજાર રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાયન્સ ઓલિમ્પીયાડ ફાઉન્ડેશન (એસ ઓ એફ) દ્વારા ઓલિમ્પીયાડના વિજેતા વિદ્યાર્થીઓને રાજધાની દિલ્હીમાં લોધી રોડ સ્થિત ઈન્ડિયન હેબિટેટ સેન્ટરમાં એક સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યા ઓલિમ્પીયાડ પરીક્ષામાં ભારત સિવાય અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ હતા. જેમાં સિંગાપુર, દુબઈ, યુએસએ, મલેશિયા અને જાપાનના હતા. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈન્ટરનેશનલ રેન્ક એક પ્રાપ્ત કરવા વાળા ૬૦ વિદ્યાર્થીઓને ૫૦- ૫૦ હજાર રૂપીયા રોકડ તેમજ ગોલ્ડ મેડલ, ઈન્ટરનેશનલ રેન્ક બે પ્રાપ્ત કરનાર ૬૦ વિદ્યાર્થીઓને ૨૫- ૨૫ હજાર રોકડ તેમજ સિલ્વર મેડલ અને ઈન્ટરનેશનલ રેન્ક ત્રણ પ્રાપ્ત કરનાર ૬૦ વિદ્યાર્થીને ૧૦- ૧૦ હજાર રોકડ તેમજ બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(3:55 pm IST)
  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST

  • ગૃહમંત્રી રાજનાથસિંહના આજથી શરૂ થયેલ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયાન કુપવારામાં પેટ્રોલીંગ પાર્ટી ઉપર આતંકી હુમલોઃ ૨ જવાન ઘાયલ access_time 12:34 pm IST

  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST