Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પત્ની અનુષ્કા સાથે જિમમાં ગયો વિરાટ: વાઇરલ થયો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી પોતાની ફિટનેસ બાબતે સજાગ છે હાલમાં તે ક્રિકેટથી દૂર છે અને પોતાનો સમય તે પત્ની અનુષ્કા શર્મા સાથે પસાર કરી રહ્યો છે. ફિટનેશ ફ્રીક વિરાટ આજકાલ ગરદનની ઇજાનો સામનો કરી રહ્યો છે પરંતુ તક મળતા જ તે જિમ સેશન કરવાનું ચૂકતો નથી.

બુધવારે સાંજે વિરાટે તેની ફિટનેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને થોડાક સમયમાં તે વાઇરલ થઈ ગયો. આ વખતે વિરાટ જિમમાં એકલો નથી. અહીં તેની પત્ની અનુષ્કા પણ તેની સાથે પરસેવો પાડી રહી છે.

આ વીડિયોમાં વિરાટ કહે છે કે, ‘ફ્રેન્ડ્સ, આજે જિમમાં મારી સાથે ‘બોસ’ છે’ અને આટલું કહીને તે ફોનનો કેમેરા અનુષ્કા તરફ ફેરવે છે. અહીં અનુષ્કા એક ખાસ મશીન પર કાર્ડિયો એક્સર્સાઇઝ કરી રહી છે. આ વીડિયોમાં વિરાટ અનુષ્કાને મોટિવેટ કરી રહ્યો છે.

(1:44 pm IST)