Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બોલ - ટેમ્પરીંગ વિવાદ બાદ વધુ એક ઝટકો

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઈઓએ આપ્યુ રાજીનામુ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ એકિઝકયુટીવ ઓફીસર (સીઈઓ) જેમ્સ સધરલેન્ડે ગઈકાલે પોતાના પદ પરથી રાજીનામુ આપવાની ઘોષણા કરી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઈઓ તરીકે ૧૭ વર્ષ સુધી કારભાર સંભાળ્યા બાદ તેણે પોતાનું પદ છોડ્યુ છે. આમ સાઉથ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં થયેલા બોલ ટેમ્પરીંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ ટીમના કોચ ડેરેન લીમને પણ આ વિવાદ બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. સધરલેન્ડ આગામી ૧૨ મહિના સુધી અથવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને અન્ય કોઈ વ્યકિત ન મળે ત્યાં સુધી પોતાના પદ પર યથાવત રહેશે.(૩૭.૪)

(12:45 pm IST)