Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

શારપોવાની હાર : ફ્રેન્ચ ઓપન ટેનિસમાં પડકારનો થયેલ અંત

ક્વાર્ટર ફાઇનલમાં મુગુરુઝા સામે હારી ગઇ : શારાપોવા હારતા તેના કરોડો ચાહકને નિરાશા હાથ લાગી

પેરિસ,તા. ૭ : પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં હવે ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાની પણ હાર થઇ છે. આની સાથે જ તેના ફ્રેન્ચ ઓપનમાં પડકારનો અંત આવ્યો છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં શારાપોવાની તેની શક્તિશાળી હરિફ ખેલાડી મુગુરૂઝા સામે હાર થઇ હતી. આ વખતે સેરેના વિલિયમ ખસી જતા મારિયા શારાપોવાને ટ્રોફી જીતવા માટેની તક હતી પરંતુ તે મુગુરૂઝા સામે ફ્લોપ રહી હતી. વર્લ્ડ નંર ત્રણ સ્પેનની મુગુરૂઝાએ એકતરફી મેચમાં શારાપોવાને હાર આપીને સેમીફાઇનલમાં કુચ કરી લીધી હતી. ૩૦મી ક્રમાંકિત ખેલાડી પર સીધા સેટામાં ૬-૨, ૬-૧થી હાર આપી હતી.  ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી હતી. જો કે તેના પડકારનો હવે અંત આવી ગયો છે.  આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે. લાંબા સમય બાદ એન્ટ્રી કરનાર સેરેના પાસેથી ચાહકો જોરદાર દેખાવની આશા રાખી રહ્યા છે. મહિલા વર્ગમાં મારિયા શારાપોવા, સિમોના હેલેપ અને સેરેના વચ્ચે સીધી સ્પર્ધા દેખાઇ રહી છે. પુરૂષોના વર્ગમાં નડાલને ટક્કર આપવા માટે કોણ ખેલાડી રહે છે તે બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. નડાલ ફ્રેન્ચ ઓપનમાં દસ વખત વિજેતા બની ચુક્યો છે. તેનુ ફ્રેન્ચ ઓપનમાં એક ચક્રિયી શાસન હજુ સુધી જારી રહ્યુ છે. વિમ્બલ્ડનમાં સફળતા હાંસલ કરનાર પણ ફ્રેન્ચ ઓપનમાં ફ્લોપ સાબિત થયા છે. પુરૂષોના વર્ગમાં રોમાંચ હવે વધી રહ્યો છે. આ વખતે સિમોના અને મુગુરઝા વચ્ચે કોઇ એક ચેમ્પિયન બનશે તેમ તમામ લોકો માની રહ્યા છે. આ વખતે સૌથી નિરાશા પુરૂષોના વર્ગમાં નોવાક જોકોવિક હારી જતા થઇ છે. તે છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં ચાલી રહ્યો નથી.

(12:46 pm IST)