Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ભારતની ટાઇકોન્ડોની આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી ઈમ્ફાલના રસ્તામાં વેચે છે ફ્રૂટ સલાટ

સ્ટોલ લગાવ્યો : સવારે ફ્રૂટ સલાટ વેચ્યા બાદ સાંજે પ્રેકિટસ કરી હોંગકોંગમાં થનાર ટુર્નામેન્ટની તૈયારી કરે છે

નવી દિલ્હી : દેશભરમાં આઈપીએલની ધૂમ મચી છે લાખો અને કરોડોના કોન્ટ્રાકટ મેળવી ખેલાડીઓ ક્રિકેટ મેચ રમી રહ્યાં છે ત્યારે ભારતની આંતર રાષ્ટ્રીય ખેલાડી તાજેતરમા ઈમ્ફાલની સડક ઉપર એક મહિલા ફ્રૂટ વેચતી જોવા મળી હતી

   આ મહિલા કોઈ અન્ય નથી પરંતુ આંતરાષ્ટ્રીય સ્તરની ટાઇકોન્ડો ખેલાડી ડાયના નિંગબોમ છે. જે આગામી ટુર્નામેન્ટની ફી એકત્ર કરવા માટે ઈમ્ફાલની સડક ઉપર ફ્રૂટની સ્ટોલ લગાવીને કાર્ય કરી રહી છે. તે ફ્રૂટ વેચીની પ્રતિ દિવસ ૩૦૦થી ૪૦૦ કમાણી કરે છે. સ્થાનિક ગ્રાહકો પણ તેના આ કાર્ય જોઈને તેને પ્રોત્સાહન આપે છે. કેટલાક ગ્રાહકો તો એવા છે કે તે ફ્રૂટની કિંમત વધારે આપે છે તેથી ડાયનાને આર્થિક સહાય થઈ શકે.

  ડાયનાએ જણાવ્યુ કે, તે એક મિસાલ કાયમ કરાવા ઈચ્છે છે તેમણે કામ માટે કોઈના ઉપર નિર્ભર રહેવુ પડતુ નથી. કોઈપણ કાર્ય નાનો થતો નથી બધા લોકોને પોતાની જરૂરિયાતોના અનુસાર મહેનત કરીને નાણા એકત્ર કરવા જોઈએ. તેણે કહ્યુ કે, હુ એક ખેલાડી છુ પરંતુ મને કામ કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી અને કોઈ પ્રકારની શરમ પણ મહેસૂસ થતી નથી. તેના આ પ્રકારના વિચારો સાથે તે ફ્રૂટ સલાટ વેચવાની શરૂઆત કરે છે.

    ઘણી મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલી ડાયનાએ જણાવ્યુ કે, હુ કોઈની ઉપર બોજ બનવા માંગતી નથી ત્યાર સુધી તેના માતા-પિતાની ઉપર પણ તે બોજ બનવા માંગતી નથી. ત્રણ ભાઈ -બહનોમાં ડાયના સૌથી નાની છે જે સવારે ત્રણ વાગ્યે ઉઠીને ફ્રૂટની દુકાનની તૈયારીમાં લગી જાય છે. તે સવારે ૪ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ફ્રૂટ સલાટ વેચે છે અને સાંજે તે લાર્જલિંગના અચુબા માખા લકાઈ સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં પ્રેકિટસ કરવા જાય છે. અત્યારે તે હોંગકોંગમાં થનારી ટુનામેન્ટની તૈયારી કરી રહી છે.

(1:06 pm IST)