Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ડે -નાઈટ મેચ નહિ રમે : પારંપરિક રેડ બોલથી જ ટેસ્ટ મેચ રમશે :BCCI

ટીમને ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર કરવામાં ઓછામાં ઓછો ૧૮ મહિનાનો સમય લાગશે.

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસના દરમિયાન ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે નહિ. પારંપરિક રેડ બોલથી જ રમશે બીસીસીઆઈએ આ બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સૂચિત કરી દીધી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતાના અહી મેહમાન દેશોને પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે દબાણ આપે છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, તે પારંપરિક રેડ બોલથી જ ટેસ્ટ મેચ રમશે.

   ભારતીય કોચ રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ટીમ મેનેજમેન્ટે બીસીસીઆઈની કમિટી ઑફ એડમિનિસ્ટ્રેશન (સીઓએ) ને જણાવ્યું હતું કે, ટીમને ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર કરવામાં ઓછામાં ઓછો ૧૮ મહિનાનો સમય લાગશે.

   ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંતમાં શરૂ થઈ રહેલી ભારતીય પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચને ડે-નાઈટ કરાવવા ઈચ્છતા હતા. પ્રથમ ટેસ્ટ મેચ છ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બરની વચ્ચે રમાશે. બીસીસીઆઈના એક્ટિંગ સેક્રેટરી અમિતાભ ચૌધરીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સદરલેંડને ઈ-મેલમાં લખ્યું છે, "સીઓએની તરફથી મને કહેવામાં આવ્યું છે કે, ભારત એક વર્ષ બાદ જ ક્રિકેટ આ પ્રારૂપમાં રમી શકશે. આ કારણે આગામી પ્રવાસ પર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી શકશે નહિ.

(8:56 pm IST)