Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

મેડ્રિડ ઓપનમાં હાલેપની વિજયકુંચ

નવી દિલ્હી:મેડ્રીડ માસ્ટર્સ ઓપનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન રોમાનિયન ખેલાડી સિમોના હાલેપે વિજયી પ્રારંભ કર્યો હતો. તેણે રશિયાની માકારોવાને સીધા સેટોમાં ૬-૧, ૬-૦થી પરાજય આપ્યો હતો. જ્યારે બીજો સીડ ધરાવતી ડેનમાર્કની કારોલીના વોઝનીઆકીએ ઓસ્ટ્રેલિયાની ગવરીલોવાને ૬-૩, ૬-૧થી હરાવી હતી. જો કે ગત વર્ષે ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બનાવીને ઈતિહાસ રચનારી ઓસ્ટાપેન્કોને રોમાનિયાની બેગુએ ૬-૩, ૬-૩થી પરાજય આપ્યો હતો. 
 

(4:47 pm IST)