Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સ્પેનિશ લીગ: રિયલ-બાર્સીલોનનો સપુરહિત મુકબલો રહ્યો ડ્રા

નવી દિલ્હી: સ્પેનિશ ફૂટબોલ કબલ બાર્સીલોનાએ પોતાના 10 ખેલાડીઓ સાથે સ્પેનિશ લીગમાં રમાયેલ મેચમાં રિયલ મેડ્રિડને ડ્રો પર મેચ રમી હતી. કેમ્પ નાઉ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં બાર્સીલોના અને રિયલ વચ્ચે 2-2થી મેચ ડ્રોમાં પુરી થઇ હતી. લુઈસ સુઆરેજાએ 10મી મિનિટમાં ગોલ કરોને બાર્સીલોના માટે ખાતું ખોલ્યું હતું,ત્યાર પછી 14મિમિણીતે સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ રિયલ માટે ગોલ કરીને સ્કોર 1-1 બરાબર કરી દીધો હતો. બીજા હાફમાં બાર્સીલોનની ટીમ 10 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતારી હતી. બન્ને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. આર્જેટીનાના દિગ્ગ્જ લિયોનેલ મેસીએ 52મી મિનિટે ગોળ કરીને બાર્સીલોનનો સ્કોર 2-1 કરી દીધો હતો. રિયલ હાર માની નહીં અને ગરેથ બેલાએ 72મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-2 બરાબર કરી દીધો હતો. આ સાથે જ મેચ ડ્રોમાં ફેરવાઈ ગઈ હતી.

(4:44 pm IST)