Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ધોની સ્પિનરોના બોલમાં સ્ટમ્પીંગને મામલે વિશ્વમાં સૌથી ફાસ્ટ : માઈક હસી

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહની પ્રશંસા કરતા ટીમના બેટીંગ - કોચ માઈક હસીએ કહ્યુ હતું કે સ્પિનરોના બોલ પર સ્ટમ્પીંગને મામલે ધોની વિશ્વનો સૌથી ઝડપી વિકેટકીપર છે. તે માની ન શકાય એટલો ઝડપી છે. ધોનીએ બેટીંગમાં પણ કમાલ કરતા યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં ત્રણ સિકસર ફટકારી હતી. તેણે ૨૩ બોલમાં નોટઆઉટ ૩૧ રનની ઈનિંગ્સ રમી હતી. હસીએ કહ્યું હતું કે ધોની ટીમનો મહત્વનો ખેલાડી છે. બેટીંગમાં પણ શાનદાર ફોર્મમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી મેં તેને આવા ફોર્મમાં નથી જોયો. આઈપીએલમાં ધોનીએ સૌથી વધુ ૩૨ સ્ટમ્પીંગ કર્યા છે.

(4:11 pm IST)