Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

શમીના ઘરે પહોંચી હસીન જહાં, કહ્યું કે મારે દિકરી સાથે અહીં જ રહેવું છે

ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્નિ હસીન જહાં વચ્ચે ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. હસીન જહાં પોતાની દિકરી સાથે અચાનક ઉત્તરપ્રદેશમાં આવેલા શમીના ગામ અમરોહા પહોંચી હતી. ત્યાં પહોંચીને તેણે કહ્યુ હતું કે આ મારૂ સાસરૂ છે અને હવે હું અહીંથી કયાંય નહિં જાઉ. જો કે શમીના ઘરનો દરવાજો બંધ હતો. હસીન જહાંએ ત્યાં ગામવાળા અને પોલીસની સાથે પંચાયત પાસે ઘરનું તાળુ ખોલવાની માંગણી કરી હતી, પરંતુ ઘરનું તાળુ ન ખુલતા તે નિરાશ થઈને પોતાની દિકરી સાથે પાછી ગઈ હતી. હસીને એવો આરોપ મૂકયો હતો કે પોલીસે તેના આવવા પહેલા જ શમીના ઘરવાળાઓને એની સુચના આપી દીધી હતી, જેને કારણે શમીની મમ્મી અને ભાઈ ઘરને તાળુ મારીને કયાંક જતા રહ્યા હતા. હસીન જહાંએ એવો આરોપ મૂકયો હતો કે અમરોહા પોલીસ પણ શમી અને તેના ભાઈને મદદ કરી રહી છે.

(4:10 pm IST)