Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ડોગ્સ સાથે ફુટબોલ રમતો નેમાર

કોરોના વાયરસને કારણે દુનિયાભરની તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટસ કેન્સલ થઈ ગઈ છે અને એમાં ફુટબોલનો પણ સમાવેશ થાય છે. હાલમાં ફુટબોલ રમવા ન મળતું હોવાથી નેમાર જુનિયર તેના ડોગ્સ સાથે ફુટબોલ રમતો જોવા મળી રહ્યો છે. નેમારે હાલમાં કોરોના વાઈરસ સામે લડવા માટે બ્રાઝિલમાં ૮.૨૫ કરોડ રૂપિયા ડોનેટ કર્યાં છે. તે પણ હાલમાં ઘરમાં લોકડાઉન છે અને એથી જ તેણે ડોગ્સ સાથેનો વિડીયો સોશ્યલ મીડીયા પર શેર કર્યો છે.

(3:30 pm IST)