Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મુંબઈ ઈન્ડિયન્સની મસ્તી સામે ચહલની ગૂગલી ભારે પડી

નવીદિલ્હીઃ ભારતના લેગ- સ્પિનરે યુઝવેન્દ્ર ચહલે તેની ગૂગલી દ્વારા મુંબઈ ઈન્ડિયન્સને બોલ્ડ કર્યું છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સની મસ્તી સામે ચહલી ગૂગલી ભારે પડી છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં ચહલ અને જસપ્રિત બુમરાહ બન્ને મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે ટ્વીટ કર્યું હતું કે ચહલની બેટિંગ સામે બુમરાહની બોલિંગ જોવા માટે તમે ઉત્સુક છો? ઓવર કેવી હશે એનું અનુમાન જણાવે.

મુંબઈ ઈન્ડિયન્સને જવાબ આપતાં યુઝવેન્દ્ર ચહલે ટ્વીટ કર્યું હતું કે 'સપના જોતા રહો, કારણ કે હું દસમાં અથવા તો અગિયારમાં નંબર પર આવું છું. મારા પહેલાં ફિન્ચ, એબીડી સર અને કિંગ કોહલી આવે છે. પહેલાં તે લોકોને આઉટ કરો ત્યાર પછી મારી બેટિંગ વિશે આપણે વાત કરીશું'

(3:30 pm IST)