Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

વાહ ગંભીર... હવે દિલ્હી માટે ૫૦ લાખનું અનુદાન કર્યુ

નવીદિલ્હીઃ ગૌતમ ગંભીરે અત્યાર સુધીમાં કોરોના વાયરસ સામે લડવા માટે ઘણું દાન કર્યું છે અને હવે તેણે વધુ ૫૦ લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ દાન તેણે ફકત દિલ્હી માટે કર્યું છે.ગંભીરે કહ્યું હતું કે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની કેટલીક સરકારી હોસ્પિટલ્સમાં મેડિકલ ઈકિવપમેન્ટ માટે પૈસાની જરૂર છે. બે અઠવાડિયાં પહેલાં જ મેં ૫૦ લાખ રૂપિયા આપ્યા હતા અને હવે દિલ્હી માટે હું મારા એમ.પી. ડેવલપમેન્ટ સ્કીમમાંથી ૫૦ લાખ રૂપિયાનું દાન કરી રહ્યો છું. આશા રાખું છું કે આ રકમથી કોરોના વાયરસની પિડાતા દર્દીઓને સારવાર મળવામાં સરળતા રહેશે. દિલ્હીના નાગરીકો માટે આ ખૂબ જ જરૂરી છે.

(3:29 pm IST)