Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ન્યુઝીલેન્ડના પૂર્વ ખેલાડી જેક એડવર્ડ્સનું ૬૪ વર્ષની વયે થયું અવસાન

જોક એડવર્ડ્સે પોતાની પ્રથમ વનડે મેચ અને અંતિમ મેચ પણ ભારત સામે રમી હતી

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ માટે ૮ ટેસ્ટ અને ૬ વનડે મેચ રમનાર અને બીગ હીટરના નામથી પ્રખ્યાત ભૂતપૂર્વ વિકેટકીપર જોક એડવર્ડ્સનું ૬૪ વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તેમની રાષ્ટ્રીય ટીમ સેન્ટ્રલ ડિસ્ટ્રક્ટ પ્રોવિન્સે આ વાતની પુષ્ટિ કરી, પરંતુ અત્યાર સુધી તેમના અવસાનના કારણોની પુષ્ટિ થઈ નથી. જોક એડવર્ડ્સે સેન્ટ્રલ ડિસ્ટ્રક્ટ પ્રોવિન્સ માટે ૬૭ પ્રથમ શ્રેણીની મેચ રમ્યા હતા.

સેન્ટ્રલ ડિસ્ટ્રક્ટ પ્રોવિન્સે વર્ષ ૧૯૭૬-૭૭ માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની ડેબ્યુ મેચ રમ્યો હતો, તેમ છતાં શરૂઆતમાં તે બેટ્સમેન તરીકે ટીમ સાથે જોડાયા હતા અને બાદમાં તેમને વિકેટકીપરની પણ જવાબદારી મળી હતી, પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યા અને ઇયાન સ્મિથના આવ્યા બાદ તેમને ટીમથી બહાર થવું પડ્યું હતું.

જોક એડવર્ડ્સને તેમની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા હતા. જોક એડવર્ડ્સે પોતાની કારકિર્દીની શરુઆતની ૬ ટેસ્ટ ઇનિંગમાં ૩ અડધી સદી ફટકારી હતી. વર્ષ ૧૯૭૪ થી ૧૯૮૫ ની વચ્ચે જોક એડવર્ડ્સે પોતાની ઓળખાણ એવા બેટ્સમેનના રૂપમાં બનાવી હતી, જે લાંબી-લાંબી સિક્સર લગાવતા હતા. જોક એડવર્ડ્સે ડેનિસ લીલી અને મેક્સ વોકર જેવા બોલરોની સામે બેટિંગ કરતા માત્ર ૪૭ બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી અને આ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી ઝડપી અડધી સદી હતી.

જોક એડવર્ડ્સે ૮ ટેસ્ટમાં ૨૫.૧૩ ની એવરજથી ૩૭૭ રન બનાવ્યા, જ્યારે ૬ વનડેમાં ૨૩ ની એવરજથી ૧૩૮ રન બનાવ્યા હતા. એટલું જ નહીં આ ખેલાડી ૯૨ પ્રથમ શ્રેણી રમત મેચમાં ૪૫૮૯ રન બનાવ્યા, જ્યારે ૩૧ લીસ્ટ એ મેચમાં તેમના નામે ૫૮૮ રન હતા.

જોક એડવર્ડ્સે પોતાની પ્રથમ વનડે મેચ ભારત સામે રમી હતી અને તેમને પોતાની કારકિર્દીની અંતિમ મેચ પણ ભારત સામે જ રમી હતી.

(1:07 pm IST)