Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રાજકોટમાં ક્રિકેટજંગ : BCCIની સિનિયર વુમન વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો ગુરુવારથી પ્રારંભ થશે

દરેક ટીમ પાંચ પાંચ લીગમેચ રમશે : તમામ મેચ રાજકોટ માં જ રમાશે

મુંબઈ : બીસીસીઆઈ (BCCI)ની સિનિયર વુમન વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો આગામી 11 માર્ચથી પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન એલીટ ગ્રુપ-બીના મેચ યોજાશે. આ મેચમાં સૌરાષ્ટ્ર રેલવે , બંગાળ, હરિયાણા, આસામઅને ઉતરાખંડની ટીમો રમશે. દરેક ટીમ પાંચ પાંચ લીગમેચ રમશે જે તમામ મેચ રાજકોટ  ખાતે જ રમાશેજેમાં 12 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે રેલવે બંગાળ, વચ્ચે અસેસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે સૌરાષ્ટ્ર હરિયાણા વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન 2 ખાતે આસામ ઉતરાખંડ વચ્ચે મેચ રમાશે.

14 માર્ચે એસસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે સૌરાષ્ટ્ર-બંગાળ વચ્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે રેલવે અને ઉત્તરાખંડ વચ્ચે તથા એસસીએ સ્ટેડિયમ મેદાન 1-2 ખાતે આસામ હરિયાણા વચ્ચે મેચ રમાશે. 16 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે સૌરાષ્ટ્ર-આસામ વચ્ચે, એસસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે રેલવે અને હરિયાણા વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન-2 ખાતે ઉતરાખંડ અને બંગાળ વચ્ચે મેચ રમાશે

18 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે હરિયાણા, ઉતરાખંડ, એસસીએ સ્ટેડિયમ મેદાન 1 ખાતે આસામ અને બંગાળ વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન નં. 2 ખાતે સૌરાષ્ટ્ર અને રેલવે વચ્ચે ટકકર થશે. 20 માર્ચે રેલવે ક્રિકેટ મેદાન ખાતે રેલવે અને આસામ વચ્ચે, એસસીએ સ્ટેડિયમ મેદાન-1 ખાતે સૌરાષ્ટ્ર-ઉતરાખંડ વચ્ચે અને એસસીએ સ્ટેડિયમ મેદાન-2 ખાતે હરિયાણા અને બંગાળ વચ્ચે મેચ રમાશે.

સૌરાષ્ટ્ર ટીમમાં મૃદુલા જાડેજા (કેપ્ટન), જયશ્રી જાડેજા (વાઈસ કેપ્ટન) રિધ્ધિ રૂપારેલ (વિકેટ કીપર), મેઘના જાંબુચા, ક્રિશ્ર્ના અનોવડીયા, નેહા ચાવડા, રીના ડાભી, પૂજા મોઢવાડીયા, નિરાલી ઓઝા, મૂસ્કાન મલેક, રીના મોટા, સના સવસાદીયા, ધારણી , સરસ્વતી કનોજીયા, મેઘા તન્ન, હિરલ રાઠોડ, હીરા મોઢવાડીયા, મિત્તલ ગુજરાતી સુજાન સમા, પૂજાનિમાવત,નંદિતા અઢીયા (હેડકોચ) રીનાબા ઝાલા (આસી.કોચ) લાગેશા સુમા ટીમ ફીઝીયો છે.

(12:01 am IST)
  • રાજકોટ શહેરમાં આવતીકાલે ફરી પાણી કાપથી લોકોમાં દેકારો : ન્યારી ફિલ્ટર પ્લાન્ટની સફાઇ કામગીરી કરવાની હોય વોર્ડ નં-2,7,8,10 અને 11માં પાણી કાપ મુકાશે. access_time 9:51 pm IST

  • ડાકોરનો ફાગણ મેળો રદ:ડાકોર મંદિરનો ફાગણ મેળો રદ કરવામાં આવ્યો છે. ડાકોર મંદિર ૨૭ થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે. access_time 7:52 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST