Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપની પી વી સિન્ધુને મળી હાર

નવી દિલ્હી: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં કોરિયાની સુંગ જી હ્યુન સામે પરાજય મળતાં બહાર થઈ ગઈ હતી. સુંગ જી સામે છેલ્લા ત્રણ મુકાબલામાં હારનો સામનો કરનાર સિંધુએ બીજા અને ત્રીજા સેટમાં મેચ પોઇન્ટ બચાવવા છતાં ૧૬-૨૧, ૨૨-૨૦, ૧૮-૨૧થી હાર મળી હતી. સિંધુનો આ મેચ પહેલાં સુંગ જી હ્યુન સામે જીત હારનો રેકોર્ડ ૮-૬નો હતો પરંતુ કોરિયાની ખેલાડીએ સિંધુને ફરી એક વખત મુશ્કેલીમાં મૂકતાં ૮૧ મિનિટમાં મેચ જીતી લીધી હતી.  સુંગ જી હ્યુનનો બીજા રાઉન્ડમાં હોંગકોંગની ચ્યૂંગ એનગાન યી સામે ટકરાશે. પુરુષ સિંગલ્સમાં ભારતના બી. સાંઈ પ્રણિથે પોતાના જ દેશના એચ. એસ. પ્રણોયને ૨૧-૧૯, ૨૧-૧૯થી પરાજય આપી અંતિમ-૧૬માં પ્રવેશ મેળવ્યો હતો. બંને ભારતીય ખેલાડીઓ કારકિર્દીમાં ચોથી વખત ટકરાયા હતા અને બંને વચ્ચે હવે જીત-હારનો રેકોર્ડ ૨-૨ થઈ ગયો છે. પ્રણિથે આ પહેલાં ૨૦૦૯માં સૈયદ મોદી ગ્રાં. પ્રિ.માં પરાજય આપ્યો હતો અને લગભગ ૧૦ વર્ષ બાદ પ્રણોય સામે જીત મેળવી હતી.  મહિલા ડબલ્સમાં મેઘના જકમ્પુડી અને ર્પૂિવશા એસ. રામની જોડીને પણ હાર મળી હતી. ભારતીય જોડીને રશિયાની એકટેરિના બોલોટોવા અને એલિન ડેવલેટોવાની જોડી સામે ૨૧-૧૮, ૧૨-૨૧, ૧૨-૨૧થી હારનો સામનો કરવો પડયો હતો.

(5:04 pm IST)