Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ભારતની હોકી ટીમમાં યંગ ખેલાડીઓ સામેલ

૨૮મી સુલતાન અઝલન શાહ કપ ટુર્નામેન્ટનો ૨૩ માર્ચથી પ્રારંભ : મિડ-ફીલ્ડર મનપ્રીત સિંહની કેપ્ટન્સીમાં ભારત જપાન સામે રમશે પહેલી મેચ

ઈજાને કારણે મહત્વના ખેલાડીઓની ગેરહાજરીમાં મલેશિયાના ઇપોહમાં રમાનારી ૨૮મી સુલતાન અઝલન શાહ કપ ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં યંગ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ૨૩થી ૩૦ માર્ચ દરમ્યાન રમાનારી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારત અને યજમાન મલેશિયા ઉપરાંત કેનેડા, સાઉથ આફ્રિકા, કોરિયા અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ જપાનનો સમાવેશ થાય છે. મિડ-ફીલ્ડર મનપ્રીત સિંહની કેપ્ટન્સીમાં ભારત પોતાની પહેલી મેચ જપાન સામે ૨૩ માર્ચે રમાશે. ભારતને આકાશદીપ સિંહ, રમણદીપ સિંહ, લલિત ઉપાધ્યાય, ડિફેન્ડર રૂપેન્દરપાલ સિંહ, હરમનપ્રીત સિંહની ગેરહાજરીથી ટીમ પર અસર પડશે. આ ખેલાડીઓ બેન્ગલોરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રીહેબિલિટેશન પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે.

(4:04 pm IST)