Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

આઈસીસી રેન્કિંગમાં કોહલી બીજા સ્થાન પર

નવી દિલ્હી:ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને સિનીયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા વર્તમાન આઈસીસી ટેસ્ટ રેકીંગમાં ક્રમશઃ બીજા અને છઠ્ઠા ક્રમાંકે યથાવત છે. 
આઈસીસી ટોપ ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ ૯૪૭ અંક સાથે પ્રથમ ક્રમે યથાવત છે. જ્યારે બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન પ્રથમ સ્થાનથી નીચે સરકીને ત્રીજા સ્થાને આવી ગયો છે. બોલિંગમાં ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન પ્રથમ, દ.આફ્રિકાનો રબાડા બીજા ક્રમે છે. 
દ.આફ્રિકા સામે ડરબન ટેસ્ટમાં શાનદાર બોલીંગ કરી મેન ઓફ ધ મેચ બનેલ ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્ક પોતાના કરીયરની સર્વશ્રેષ્ઠ રેકીંગ પાંચમાં ક્રમાંકે આવી ગયો છે. સ્ટાર્કે મેચમાં ૧૦૯ રન આપીને નવ વિકેટ ઝડપી, જેનાથી તેના રેકીંગમાં ફાયદો થયો છે. જ્યારે સ્ટાર્કે ઓલરાઉન્ડરોની યાદીમાં પાંચમાં ક્રમે જગ્યા બનાવી લીધી છે.

 

(5:17 pm IST)