Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શ્રીલંકામાં કટોકટી જાહેર છતાં પણ ટ્રાઈ સિરીઝ ચાલુ રહેશે : ટીમ ઈન્ડિયાની સુરક્ષા વધારાઈ

શ્રીલંકન બોર્ડની ખાતરી ભારતીય ખેલાડીઓને ઉની આંચ નહિં આવે

કોલંબો : બી.સી.સી.આઈ. (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)એ કહ્યુ હતું કે ભારતની ક્રિકેટ ટીમ સાથે શ્રીલંકામાં હાલમાં રમાઈ રહેલી ત્રિકોણી શ્રેણી કોમવાદી હિંસામાં રાજય સમેટાઈ જવામાં કટોકટી લાદવામાં આવી હોવા છતાં ચાલુ રહેશે. ખાસ કરીને ભારતીય પ્લેયરોની સલામતીની વ્યવસ્થા ખૂબ મજબૂત કરવામાં આવી છે.

 

ક્રિકેટ બોર્ડે ખાતરી કરી છે કે કોલંબોમાં પરિસ્થિતિ બિલકુલ સામાન્ય છે કે જયાં પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે નિદાહાસ ટ્રોફી માટેની સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યુ છે. ભારતીય ટીમના પ્રસિદ્ધિ ખાતા દ્વારા કોલંબોથી બહાર પાડવામં આવેલ સત્તાવાર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતું કે શ્રીલંકામાં કર્ફયુ લાગવાના અને કટોકટી લાદવાના અહેવાલ મળ્યા છે, પણ સલામતી ખાતાના લાગતા વળગતા સત્તાવાળાઓ જોડે મંત્રણા કર્યા બાદ જાણવા મળ્યુ છે કે કોલંબોમાં પરિસ્થિતિ બિલકુલ સામાન્ય છે તથા કોઈ નવી ઘટનાની અમે ખબર આપતા રહીશુ.

(12:10 pm IST)