Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શમીના પાક. મહિલા સાથે આડા સંબંધો

ભારતના ફાસ્ટ બોલર મોહમંદ શમીના અનેક મહિલાઓ સાથે સંબંધો, પત્નિએ લગાવ્યા ગંભીર આરોપો : હસીનજહાંએ સોશ્યલ મીડીયામાં તેના પતિના મેસેજીસ વાયરલ કર્યા : દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ મારપીટ પણ કર્યાના આક્ષેપ : શમીના પરિવારે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી

નવી દિલ્હી : પોતાની ફાસ્ટ બોલીંગથી ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડી મોહમ્મદ શમી પોતાનું લગ્ન જીવન એટલી મજબૂતીથી ન ચલાવી શકયા. ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટ બોલરને લઈને તેની પત્નિ હસીનજહાંએ અનેક ગંભીર આરોપ લગાવતા ખુલાસા કર્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટે ફરીથી હલચલ મચાવી દીધી છે. શમીની પત્ની હસીનજહાંએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબાકુ પર એક બાદ એક અનેક મહત્ત્વપૂર્ણ પોસ્ટ શેર કરી શમીના અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાના આરોપ લગાવ્યા છે. શમીની પત્નીએ સવારે નવ કલાકથી લઈને એક કલાકની વચ્ચે આ મામલા સાથે જોડાયેલ ૧૧ પોસ્ટ શેર અને રીશેર કરી છે. જેમાંતેણે શમીની અન્ય મહિલાઓ સાથેના વ્હોટ્સએપ મેસેજિસને જાહેર કર્યા છે. આ તમામ મેસેજીસમાં મહિલાઓની તસવીર અને અશ્લીલ વાતોના મેસેજિસ પણ છે. જોકે તેમાંથી કોઈપણ પોસ્ટમાં શમીના નામની ઓળખ નથી થતી. પરંતુ  તેની પત્નીએ એપીબી સાથે વાતચીતમા સ્પષ્ટતા કરી કે આ ફેસબુક એકાઉન્ટ તેનું જ છે અને શમી હાલમાં ધર્મશાલામાં છે.    

શમીની પત્ની હુસ્નજહાંએ આ પોસ્ટની અંદર નાગપુર અને પાકિસ્તાન સાથે જોડાયેલ મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે. એક મહિલા પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે. આ પોસ્ટ્સની અંદર એ મહિલાઓના નામ સ્પષ્ટ જોવા મળે છે. જયારે બે અન્ય મહિલાઓનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ છે. જેમાંથી એક મહિલાની સાથે ખુદ શમી ઉભો જોવા મળે છે. જે સાંબાની રહેવાસી છે.

હસીનજહાંએ મોહમ્મદ શમી અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે શમીએ તેનું શારીરિક અને માનિસક શોષણ કર્યું છે. દક્ષિણ આફ્રીકા પ્રવાસ પરથી પરત ફર્યા બાદ શમીએ તેની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં શમીની પત્નીએ આરોપ લગાવ્યો કે શમીના પરિવારે તેને જાનથી મારી નાખવની ધમકી આપી છે.

ફેસબુક પોસ્ટ વિશે શમીની પત્નીએ કહ્યું કે શમી અનેક મહિલાઓ સાથે ગંદી અને અશ્લીલ વાતચીત કરે છે.  જયારે તેને શમીનો ફોન મળ્યો ત્યારે તો લોકડ હતો. પરંતુ ડિફરન્ટ પેટર્નનો ઉપયોગ કરવા પર ફોની પેટર્ન ખુલી ગઈ. આ રીતે હસીનજહાંને આ સંપૂર્ણ ઘટનાની ખબર પડી અને તે શમીના તમામ કોલ ડિટેલ્સ અને સ્ક્રીનશોટ્સ મેળવી શકી. શમીની પત્નીએ કહ્યું કે હવે તેના પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે, તે આ તમામ પોસ્ટ્સ પોતાના ફેસબુક વોલ પરથી હટાવી દે.

(11:33 am IST)