Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ટીમ ઈન્‍ડિયાએ પ્રેકટીસમાં ૧૦-૧૦ સ્‍પિનરોની ફૌજ ઉતારી

ગુરૂવારથી ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે ટેસ્‍ટ સિરીઝ શરૂ થનાર છે તે અગાઉ કાંગારૂઓની ઉંઘહરામઃટીમના કુલદીપ, અશ્વિન, જાડેજા, અક્ષર સહિત વધુ ૬ સ્‍પિનરો સાથે નેટ પ્રેકટીસઃ ઓસ્‍ટ્રેલીયાએ ખાસ વડોદરાથી અશ્વિન જેવી બોલીંગ એકશન કરતો સ્‍પિન બોલર બોલાવ્‍યો

નાગપુર ટેસ્‍ટમાં આ ચાર સ્‍પિનરોમાંથી કોને ચાન્‍સ મળશે

નવી દિલ્‍હીઃ આગામી ૯મીના ગુરૂવારથી ભારત અને ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે ૪ ટેસ્‍ટ મેચોની સિરીઝ શરુ થવા જઈ રહી છે. બોર્ડર ગાવાસ્‍કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે. સિરીઝને લઈ ભારત અને ઓસ્‍ટ્રેલિયા બંને ટીમોએ ખૂબ પરસેવો અભ્‍યાસમાં વહાવ્‍યો છે, ઓસ્‍ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસ આવવા પહેલાથી જ સ્‍પિનરો સામેની તૈયારીઓ કરી રહ્યુ છે.

ભારતીય બેટરો માટે બોર્ડ દ્વારા ૧૦ જેટલા સ્‍પિનરોની ફૌજ અભ્‍યાસ માટે ઉતારી દેવામાં આવી છે.આમ તો સૌની નજરો સ્‍પિનરોના પ્રદર્શન પર રહેનારી છે. જોકે એનાથી વધારે નાગપુર ટેસ્‍ટ માટેની વિદર્ભ ક્રિકેટ સંઘના સ્‍ટેડિયમની પિચ કેવી છે એની પર છે. પિચને લઈ જોકે વાસ્‍તવિક ખ્‍યાલ તો મેચના શરૂ થયા બાદ જ આવી શકે છે. જોકે આમ છતાં પિચ વિશે અંદાજ બાંધીને બંને ટીમો અભ્‍યાસ કરી રહી છે.

શરૂઆતથી જ અભ્‍યાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિ દ્વારા સ્‍પિનરો ઉતારી દેવામાં આવ્‍યા હતા. સિરીઝની -થમ બંને ટેસ્‍ટ મેચ માટે ૪ સ્‍પિનરોને પસંદગીકારોએ ટીમમાં સ્‍થાન આપ્‍યુ છે. જોકે ત્‍યાર બાદ ભારતીય ટીમના અભ્‍યાસ માટે વધારે સ્‍પિનરોને ફાળવવામાં આવ્‍યા હતા. ટીમ ઈન્‍ડિયાની સ્‍ક્‍વોડમાં સામેલ ૪ સ્‍પિનરો સિવાય અન્‍ય વધુ બોલરોને સામેલ કરવામાં આવ્‍યા હતા. ત્‍યાર બાદ વોશિંગ્‍ટન સુંદર, સાંઈ કિશોર, રાહુલ ચાહર અને સૌરભ કુમારને પણ ને્‌ટસમાં મદદ માટે ફાળવવામાં આવ્‍યા હતા.જોકે બાદમાં બોર્ડ દ્વારા આ સ્‍પિનરોની સંખ્‍યામાં વધારો કર્યો હતો. એટલે ૪ સ્‍ક્‍વોડમાં સામેલ અને ૪ નેટ માટે અલગ ફાળવવા બાદ પણ વધુ ૨ સ્‍પિનરોને નેટ્‍સ માટેની સ્‍પિનરોની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યા હતા. વધુ બે સ્‍પિનરો તરીકે દિલ્લીના પુલકિત નારંગ અને એક જ ટેસ્‍ટ મેચનો અનુભવી જયંત યાદવને સામેલ કરવામાં આવ્‍યા હતા. આમ સ્‍પિનરોની સંખ્‍યા ભારતીય સ્‍ક્‍વોડના બેટરોને મદદ કરવા માટે ૪ થી વધીને ૮ કરવામાં આવ્‍ચા હતા. હવે આ આંકડો વધીને ૧૦ પર પહોંચ્‍યો હતો.

પેહલાથી જ ઓસ્‍ટ્રેલિયાની ટીમે સ્‍પિનરોનો સામનો કરવાની તૈયારીઓ શરુ કરી હતી. ત્‍યાર બાદ તસ્‍વીરો સામે આવતા જ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ટેસ્‍ટ સિરીઝને લઈ સ્‍પિનરોને ધ્‍યાનમાં રાખીને જ ધાર નિકાળવાની તૈયારી કરવામાં આવી રહી છે.નાગપુર ટેસ્‍ટ માટેની પિચ પણ સ્‍પિનરોને મદદગાર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જેના કારણ ઓસ્‍ટ્રેલિયા અને ભારત એમ બંને ટીમો સ્‍પિનરોને ધ્‍યાને રાખી હાલમાં અભ્‍યાસ કરી રહ્યુ છે. બંને ટીમો પોતાના નેટ્‍સ અભ્‍યાસમાં સ્‍પિનરોને  વધુ મહત્‍વ આપી રહ્યા છે. ઓસ્‍ટ્રેલિયાએ ખાસ વડોદરાથી સ્‍પિનર તેડાવ્‍યો હતો અને જેની પાસે અશ્વિન જેવી એક્‍શનમાં બોલિંગ કરાવી હતી.

(3:24 pm IST)