Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

બિન્દ્રાએ મારા જેવા ઘણા શૂટરને પ્રેરણા આપી: અભિષેક

નવી દિલ્હી: કેરળના તિરુવનંતપુરમમાં આયોજિત પુરૂષોની 10 મી એર પિસ્તોલ ટી 2 નેશનલ ટ્રાયલ્સમાં પ્રથમ ક્રમે રહેલા ભારતીય શૂટર અભિષેક વર્માએ કહ્યું છે કે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાએ તેમના જેવા ઘણા શૂટરને વધુ સારું કરવા પ્રેરણા આપી છે. 30 વર્ષિય અભિષેક આગામી ટોક્યો ઓલિમ્પિક ક્વોટા સુરક્ષિત કરવામાં સફળ રહ્યો છે. તેણે વર્લ્ડ કપના બે ગોલ્ડ મેડલ જીત્યા છે.અભિષેકે કહ્યું, "અભિનવ બિન્દ્રાના ગોલ્ડ મેડલથી આપણા દેશમાં શૂટિંગનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેનાથી મારા જેવા ઘણા ઉભરતા શૂટરના મનોબળમાં વધારો થયો છે જેથી અમે પણ રમતોમાં સારૂ પ્રદર્શન કરી શકીએ અને આપણા દેશ માટે મેડલ જીતી શકીએ. "બેઇજિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા પછી જ તેણે ટોક્યો ઓલિમ્પિક્સ માટે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ ક્વોટા હાંસલ કરી.તેણે કહ્યું, "હું મારી જાતને સુધારવા માટે સખત મહેનત કરી રહ્યો છું જેથી હું ટોક્યો ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું."

(6:33 pm IST)