Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ફોર નેશન સીરીઝની ચર્ચા માટે ઈંગ્લેન્ડ ઉપડ્યો ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના સૌરવ ગાંગુલી હાલમાં ઈંગ્લેન્ડ ગયો છે. તે ફોર નેશન સીરીઝની આઈડિયાને આગળ વધારીને એ વિશે ચર્ચા માટે ગયો હોવાની વાત ચાલી રહી છે. ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ સાથે તેની મીટીંગ ફિકસ છે અને ઓસ્ટ્રેલિયા પણ એમાં જોડાશે તેવી ચર્ચા છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયાની સાથે એક વધુ ટોચની ટીમનો સમાવેશ કરવાની યોજના છે. જો કે આ મીટીંગ બાદ દરેક દેશ રમવા તૈયાર થાય તો ચોથા દેશનો સમાવેશ કરવામાં આવશે.

(3:30 pm IST)