Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ડિવિલિયર્સ સાથે સરખામણી થઈ રહી છે રાહુલની

રિવર્સ સ્કૂપ સિકસરની સોશ્યલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ

મુંબઈ : ઈન્ડિયાના કે.એલ.રાહુલની હાલમાં સાઉથ આફ્રિકાના એ.બી. ડિવિલિયર્સ સાથે સરખામણી થઈ રહી છે. ન્યુઝીલેન્ડ સામેની પહેલી વન-ડે ભારત ભલે હારી ગયુ હોય, પરંતુ રાહુલના ખૂબ વખાણ થયા હતા. તેણે ૬૪ બોલમાં ૮૮ રન કર્યા હતા, જેમાં ૪ ચોગ્ગા અને ૬ સિકસરનો સમાવેશ હતો. તેણે જીમી નીશામને રિવર્સ સ્કૂપ સિકસર ફટકારી હતી. આ શોટને લઈને તેની સોશ્યલ મીડિયા પર ખૂબ તારીફ થઈ રહી છે. તેનંુ નામ ૩૬૦ ડિગ્રીમાં રમી શકનાર પ્લેયર્સમાં લેવાઈ રહ્યુ છે. અત્યાર સુધી ૩૬૦ ડિગ્રી રમનાર પ્લેયરમાં ડિવિલિયર્સનું નામ હતું. જો કે હવે એમાં રાહુલનું નામ પણ જોડાઈ ગયુ હોવાથી તેની સરખામણી થઈ રહી છે.

(3:29 pm IST)