Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઓકલેન્ડ મેચની સાથે સાથે

ઘરઆંગણે ન્યુઝીલેન્ડ પર જીતવાનું વધુ દબાણ

ઓકલેન્ડ, તા. ૭ :  ઓકલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે બીજી ટ્વેન્ટી મેચ રમાનાર છે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી પડશે. પ્રથમ મેચ ગુમાવી દીધા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ બીજી મેચમાં જોરદાર દેખાવ કરીને વાપસી કરવા તૈયાર છે. શ્રેણીને જીવંત રાખવા માટે ભારતીય ટીમ પર દબાણ છે. રોહિત શર્મા, શિખર ધવન અને એમએસ ધોની પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ન્યુઝીલેન્ડ ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ટ્વેન્ટી શ્રેણી જીતીને સંતોષ માનવાના હેતુ સાથે મેદાનમાં ઉતરશે.વેલિંગ્ટન ખાતે અગાઉ  રમાયેલી પ્રથમ ટ્વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી.

*   ટેસ્ટ અને વનડે શ્રેણી બાદ ટ્વેન્ટી શ્રેણી જીતવા માટે ભારત પર દબાણ

*   વેલિંગ્ટનમાં પ્રથમ મેચ હારી ગયા બાદ ટીમ ઇન્ડિયા ઉપર જીતવા માટેનું દબાણ

*   રોહિત શર્મા, શિખર ધવન અને મહેન્દ્રસિંહ ધોની ઉપર તમામ લોકોની નજર રહેશે

*   ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ટ્વેન્ટી શ્રેણીમાં વધુ શાનદાર દેખાવ કરવા ઇચ્છુક

*   ઘરઆંગણે હાલમાં જ ટેસ્ટ અને વનડે બાદ પ્રતિષ્ઠા બચાવવા ટ્વેન્ટી શ્રેણી જીતવા ઇચ્છુક

*   વિલિયમસનના નેતૃત્વમાં ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી ચુક્યા છે

*   પ્રથમ ટ્વેન્ટીમાં શેફર્ટે ધરખમ દેખાવ કર્યા બાદ બીજી મેચમાં પણ તેની પાસેથી શાનદાર દેખાવની અપેક્ષા છે

*   ભારતીય ટીમમાં અંતિમ ઇલેવનમાં કેટલાક ફેરફાર થઇ શકે છે

*   હાલમાં ન્યુઝીલેન્ડમાં સામેલ કરવામાં આવેલા ઓલરાઉન્ડર મિશેલે સ્થાનિક મેચોમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો છે અને આવતીકાલની મેચમાં તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા

*   મેચ જોવા માટે મેદાનમાં પણ મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા

*   ટોસ મેચમાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે

*   જો વરસાદ અને ખરાબ હવામાન વિલન નહીં બને તો સમગ્ર મેચ અને શ્રેણી ખુબ રોમાંચક બને તેવી શક્યતા છે

(7:48 pm IST)