Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પાકિસ્તાનના સ્પિનર કાદિરને દેખાય છે કોહલીને ઈમરાનમાં ઘણી સમાનતા

પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગ-સ્પિનર અબ્દુલ કાદિરે કહ્યું હતું કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને દેશના વર્તમાન વડા પ્રધાન ઇમરાન ખાનમાં ઘણી સામ્યતા છે. જેવી રીતે ઇમરાન ખાન પહેલાં પોતાની જાતને કોઈ લક્ષ્યાંક આપતા ત્યાર બાદ ટીમ પાસે પણ એવા જ પ્રદર્શનની અપેક્ષા રાખતા.

હું બન્નેની સરખામણી નથી કરતો, પરંતુ તમે કોહલીને જુઓ. તેની પાસે પણ સૌથી આગળ આવીને લડવાની ક્ષમતા છે. જોકે ઇમરાન ખેલાડીઓ પાસે શ્રેષ્ઠ પ્રદર્શન કરાવતા, કોહલી હજી ત્યાં સુધી પહોંચ્યો નથી.(૩૭.૧૨)

(3:24 pm IST)