News of Wednesday, 7th February 2018

વડોદરાની ટીમમાં યુસુફ પઠાણનો ફરી સમાવેશ

નવી દિલ્હી: વડોદરાએ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને વિજય હજારે ટ્રોફી માટે ફરીથી પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. વડોદરાએ પહેલાં યુસુફને વિજય હજારે ટ્રોફી માટે સામેલ નહોતો કર્યો. યુસુફે ત્યાર બાદ ઢાકા પ્રીમિયર લીગમાં રમવા માટે બીસીસીઆઇ પાસે એનઓસી માગ્યું હતું.બીસીસીઆઇએ ડીપીએલમાં રમવા માટે યુસુફને એનઓસી આપી દીધું હતું. ત્યાર બાદ વડોદરાએ તેને ટીમમાં સામેલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ બીસીસીઆઇએ યુસુફ પઠાણ પર પાંચ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો.યુસુફ પરનો પ્રતિબંધ ૧૫ ઓગસ્ટ ૨૦૧૭થી શરૃ થયો હતો અને ૧૪ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. પ્રતિબંધને કારણે યુસુફ રણજી ટ્રોફીમાં પણ રમી શક્યો નહોતો. 

(5:28 pm IST)
  • બેંગ્લુરૂમાં પણ વરસાદી ઝાપટાની આગાહી access_time 6:00 pm IST

  • કાશ્મીરમાં આતંકીઓ બન્યા બે ફામઃ ગઇકાલે મોડી સાંજે પુલવામાના રાજપોરા પોલીસ સ્ટેશન પર કર્યું અંધાધુંધ ફાયરીંગઃ હોસ્પીટલમાંથી આતંકીને છોડાવવાની ઘટના બાદ એક જ દિવસમાં બીજીવાર પોલીસ ઉપર હુમલો access_time 3:47 pm IST

  • સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે access_time 3:30 pm IST