Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

પંકજ અડવાણીએ મેકઅપ આર્ટિસ્ટ સાનિયા સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી: વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયન પંકજ અડવાણીએ મેકઅપ આર્ટિસ્ટ સાનિયા શાદદપુરી સાથે સાત ફેરા લીધા છે. તેણે આ માહિતી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કરીને શેર કરી છે. પંકજ અડવાણીની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં થાય છે. તે 23 વખત વિશ્વ ચેમ્પિયન રહી ચૂક્યો છે અને વર્ષ 2006 માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો હતો.

(5:18 pm IST)