Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ભારત સામે ઓસીની મજબૂત શરૂઆત : બે વિકેટે ૧૬૬ રન

વરસાદને લીધે પહેલાં દિવસે ૫૫ ઓવર રમાઈ : ઓપનર પુકોવસ્કીના બે જીવતદાન સાથે ૬૨, લાબુશેનના અણનમ ૬૭, સિરાજ અને સૈનીની એક-એક વિકેટ

સિડની, તા. : ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત ખત્મ થયા સુધી યજમાન ટીમે બે વિકેટ ગુમાવીને ૧૬૬ રન બનાવી લીધા છે. ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેન ૬૭ અને સ્ટીવ સ્મિથ ૩૧ રન બનાવીને રમતમાં છે. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે અત્યાર સુધી ૬૦ રનની ભાગેદારી બનાવી લીધી છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીએ એક-એક વિકેટ લીધી છે. વરસાદના કારણે પહેલા દિવસે ફક્ત ૫૫ ઑવરની રમત શક્ય બની. પહેલા વરસાદના કારણે પહેલા સેશનમાં ફક્ત . ઑવરની રમત થઈ શકી. પહેલા સેશનમાં મોહમ્મદ સિરાજે ડેવિડ વૉર્નર ()ને સ્લિપમાં ચેતેશ્વર પુજારાના હાથે કેચ કરાવીને ભારતને પહેલી સફળતા અપાવી. વરસાદના કારણે લગભગ કલાક સુધી મેચ થઈ શકી નહીં. વિલ પુકોવસ્કી અને લાબુશેને બેટિંગ માટે અનુકૂળ દેખાઈ રહેલી વિકેટ પર સહજતાથી બેટિંગ કરી. પુકોવસ્કીએ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં અડધી સદી ફટકારી. જો કે તેને ભાગ્યનો સાથ મળ્યો. ઋષભ પંતે તેના બે કેચ છોડ્યા હતા.

ભારત તરફથી મેચ દ્વારા ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનારા નવદીપ સૈનીએ પુકોવસ્કીને ૬૨ રનના સ્કોરે એલબીડબલ્યૂ આઉટ કર્યો. પુકોવસ્કીએ ૧૧૦ બૉલમાં ચોગ્ગા લગાવ્યા. તેણે લાબુશેન સાથે બીજી વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી કરી. ગત ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહેલો સ્મિથ સિડનીની સપાટ પિચ પર ફૉર્મમાં આવ્યો અને તે અત્યારે ક્રિઝ પર છે. બંને ટીમોએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં - બદલાવ કર્યા છે.

ભારતે મયંક અંગ્રવાલની જગ્યાએ રોહિત શર્મા અને ઇજાગ્રસ્ત ઉમેશ યાદવની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કર્યા છે. સૈનીની પહેલી ટેસ્ટ મેચ છે. ઑસ્ટ્રેલિયાએ જો બર્ન્સની જગ્યાએ ડેવિડ વૉર્નર અને ટ્રેવિસ હેડની જગ્યાએ પુકોવસ્કીને સામેલ કર્યા છે. અત્યારે સિરીઝ -૧થી બરાબરી પર છે.

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :

પુકોવસ્કી

એલબી બો. સૈની

૬૨

વોર્નર

કો. પુજારા બો. સિરાજ

૦૫

લાબુસેન

અણનમ

૬૭

સ્મિથ

અણનમ

૩૧

વધારાના

 

૦૧

કુલ

(૫૫ ઓવરમાં બે વિકેટે)

૧૬૬

પતન  : -, -૧૦૬

બોલિંગ : બુમરાહ : ૧૪--૩૦-, સિરાજ : ૧૪--૪૬-, અશ્વિન : ૧૭--૫૬-, સૈની : --૩૨-, જાડેજા : ---

(7:39 pm IST)