Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પ્રીમિયર બેડમિન્ટ લીગમાં હૈદરાબાદનો વિજય :અમદાવાદને 4-3થી હરાવ્યું

સિંધુએ સહજતા સાથે પહેલી ગેમ 15-14થી 16 મિનિટમાં જીતી હતી

 

અમદાવાદ :પ્રીમિયર બેડમિન્ટ લીગમાં અમદાવાદના એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે અમદાવાદ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા મુકાબલામાં ભારે રસાકસી બાદ હૈદરાબાદે 4-3થી મેચ જીતી હતી.  

    હૈદરાબાદની પી.વી. સિંધુ અને અમદાવાદની કિરસ્તી ગિલમોર વચ્ચે એક તરફો મુકાબલો થશે તેવી સંભાવના હતી. સિંધુએ શરૂઆતમાં 2-0ની લીડ મેળવી હતી. અને તે બાદ તે 4-2 સાથે આગળ હતી પરંતુ ત્યારબાદ મોમેન્ટમ શિફ્ટ થતા કિરસ્તીએ ગેમ પર પકડ જમાવી હતી. તેણે પહેલા 4-4ની બરોબરી કરી હતી અને પછી લય જાણવી રાખતા 13-10થી મેચમાં આગળ હતી.

  કિરસ્તી સામે પોઇન્ટસ મેળવવાની ઉતાવળમાં સિંધુ કેટલાક પોઇન્ટ આપી બેઠી હતી. તે બાદ મુકાબલો 13-13ની બરોબરી પર આવી ગયો હતો. સિંધુએ સહજતા સાથે પહેલી ગેમ 15-14થી 16 મિનિટમાં જીતી હતી.

(11:01 pm IST)