Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ન્યૂઝીલેન્ડે બીજી વનડેમાં 21 રનથી હરાવીને શ્રીલંકા સામેની ક્ષેણી 2-0થી જીતી

નવી દિલ્હી: ટેલરના ૯૦ અને નીશામના૩૭ બોલમાં ૬૪ રન બાદ સોઢીએ ત્રણ વિકેટ ઝડપતાં ન્યુઝીલેન્ડે બીજી વન ડેમાં ૨૧ રનથી શ્રીલંકાને હરાવીને ત્રણ વન ડેની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. જીતવા માટેના ૩૨૦ના ટાર્ગેેટનો પીછો કરતાં શ્રીલંકા તરફથી સાતમા ક્રમે બેટીંગમાં ઉતરેલા થિસારા પરેરાએ જોરાદાર લડત આપતાં ૭૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૧૩ છગ્ગા સાથે ૧૪૦ રન ફટકાર્યા હતા. જોકે તે ટીમને જીતાડી શક્યો નહતો અને તેના આઉટ થતાં જ શ્રીલંકાની ઈનિંગ ૪૬.૨ઓવરમાં ૨૯૮માં સમેટાઈ ગઈ હતી. થિસારા પરેરાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે, આ જ થિસારાની બોલિંગમાં અગાઉની મેચમાં ન્યુઝીલેન્ડના નિશામે એક જ ઓવરમાં પાંચ છગ્ગા સાથે ૩૪ રન ઝૂડયા હતા. ટોસ જીતીને બેટીંગ કરતાં ન્યુઝીલેન્ડ તરફથી મુનરો (૮૭) અને ટેલર (૯૦)ની જોડીએ ત્રીજી વિકેટમાં ૧૧૨ રનની ભાગીદારી કરી હતી. ટેલરે નિચોલ્સ (૩૨) સાથે ૫૭ રનની અને નિશામ સાથે ૫૪ રનની ભાગીદારી કરી હતી. નિશામે તોફાની બેટીંગ જારી રાખતા ૩૭ બોલમાં પાંચ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૬૪ રન કર્યા હતા.શ્રીલંકા તરફથી ગુણાથિલાકાએ ૭૧ રન ફટકાર્યા હતા. જોકે ૧૨૮/૭ના સ્કોર બાદ શ્રીલંકાએ ખરી લડત આપી હતી અને આખરી ત્રણ વિકેટમાં તેમણે ૧૬૯ રન જોડયા હતા અને આ દરમિયાન ૧૩ છગ્ગા અને આઠ ચોગ્ગા નોંધાયા હતા. પરેરાએ ૭૪ બોલમાં ૧૪૦ રન ઝૂડયા હતા. પણ તે ટીમને જીતાડી શક્યો નહતો.

(5:19 pm IST)