Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભારતીય ટીમ પર વેન્ગસરકર અને આમરે થયા આફરીન

ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે ઘરઆંગણે કાંગારૂઓને હરાવવા બહુ મોટી સિદ્ધિ છે : બુમરાહે કરી કમાલ

પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં સીરીઝ જીતવાને આરે પહોંચેલી ભારતીય ટીમની ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ વેન્ગસરકર અને બેટ્સમેન પ્રવિણ આમરેએ પ્રશંસા કરી હતી. બંને દેશો વચ્ચે ૧૯૪૮થી દ્વિપક્ષી સીરીઝ શરૂ થઈ હતી ત્યારે લાલા અમરનાથની ટીમે ઓસ્ટ્રેલિયામાં ડોન બ્રેડમેનની ટીમનો સામનો કર્યો હતો. વેન્ગસરકરે એક ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન દરમિયાન કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવું એક મોટી ઉપલબ્ધી છે. કારણ કે ઘરઆંગણે તેમને હરાવવા ઘણું મુશ્કેલ છે. પરંતુ ભારતીય ટીમે જે રીતે ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડ્યો છે એ બીજા માટે ઉદાહરણરૂપ છે. દરમિયાન પ્રવિણ આમરેએ બુમરાહના નેતૃત્વમાં ભારતીય બોલીંગ આક્રમણની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સીરીઝ જીતવા માટે એક ટીમ તરીકે રમવાનું હોય છે. આપણે એક બોલીંગ અને બેટીંગ યુનિટ તરીકે સારૂ પ્રદર્શન કરી રહ્યા છીએ. બુમરાહ અને બીજા ફાસ્ટ બોલરોને સલામ.(૩૭.૭)

(2:34 pm IST)