Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વિરાટના સામ્રાજયનો અણમોલ રત્ન છે પૂજારા : ઈયાન ચેપલ

ભારતીય ટીમની દીવાલ ગણાતો આ બેટ્સમેન ૧૮૬૭ મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો અને ૧૨૫૮ બોલનો સામનો કરીને ૫૨૧ રન બનાવ્યા

કોઈની પણ પ્રશંસા કરવામાં ભારે કંજૂસી કરનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ઇયાન ચેપલે વર્તમાન સિરીઝમાં ઢગલો રન કરનાર ચેતેશ્વર પુજારાને વિરાટ કોહલીના સામ્રાજયનો સૌથી અણમોલ રત્ન ગણાવ્યો છે. પુજારાએ વર્તમાન સિરીઝમાં ત્રણ સદી ફટકારી છે, જેને કારણે ભારત દબદબો કાયમ રાખવામાં સફળ થયું હતું. ચેપલે પોતાની કોલમમાં લખ્યું હતું કે પુજારાએ ઓસ્ટ્રેલિયાના બોલરોને થકવી નાખીને ટીમના ખેલાડીઓને તેમની સામે આક્રમક થવાની તક આપી. કોહલી ભારતીય ક્રિકેટનો બાદશાહ હશે, પરંતુ પુજારાએ સાબિત કરી આપ્યું છે કે તે તેના સામ્રાજયનો વફાદાર સહયોગી અને અણમોલ રત્ન છે. ભારતીય ટીમ માટે આ સિરીઝમાં ઘણીબધી સારી વાતો થઈ છે, જેમાં જીત ઉપરાંત પુજારાની ડિફેન્સિવ રમત પણ સામેલ છે.

ચેપલે વધુમાં કહ્યું હતું કે શ્નસિરીઝમાં ત્રણ સદી સાથે તે પોતાના દેશના મહાન ખેલાડી સુનીલ ગાવસકરની શ્રેણીમાં સામેલ થઈ ગયો છે, જેમણે ૧૯૭૭-'૭૮ આવી સિદ્ઘિ મેળવી હતી. ૭ ઇનિંગ્સમાં ૫૨૧ રન બનાવતી વખતે તે ૧૮૬૭ મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો અને ૧૨૫૮ બોલનો સામનો કર્યો હતો.

ચેપલે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમનું ધ્યાન કોહલી પર હતું. પરંતુ પુજારાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ઓસ્ટ્રેલિયાના બોલિંગ-આક્રમણને હતાશ કરી નાખ્યું.(૩૭.૭)

(2:37 pm IST)