Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

જીતનો શ્રેય બોલરોનેઃ હાલની ટીમ અત્યાર સુધીની બેસ્ટ ટીમઃ આકરી મહેનત કરી'તીઃ પુજારા

ચાર બોલરો સાથે ૨૦ વિકેટો મેળવી તે ટીમ માટે પ્લસ પોઇન્ટ

સિડનીઃ ઓસ્ટ્રેલીયાને તેથી જ ધરતી ઉપર હટાવનાર ભારતીય ટીમના નવા ધ વોલ રાજકોટના ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ આપવામાં આવેલ. ખુશખુશાલ ચેતેશ્વરે જણાવ્યું હતુ કે આ એક અદ્ભુત અહેસાસ છે અમે વિદેશમાં જીતવા માટે લાંબા સમયથી આકરી મહેનત કરી રહયા હતા.  ખાસ કરીને ઓસ્ટ્રેલીયાને ઓસ્ટ્રેલીયામાં હરાવવુ કયારેય સરળ ન હોય. મારા માટે પહેલી સદી ખાસ હતી. એડીલેડમાં સ્કોર બનાવવો અને ૧-૦થી લીડ લેવી એ અમારી મહેનતનું પરિણામ હતુ.  પુજારાએ વધુમાં જણાવેલ કે હુ અત્યાર સુધીની જેટલી  ભારતીય ટીમનો ભાગ રહયો છુ તેમાની આ સૌથી બેસ્ટ ટીમ છે. સાથે તેણે બોલરોના પણ વખાણ કરતા જણાવેલ કે અમે ૪ બોલરો સાથે ઉતર્યા હતા તેવામાં ૨૦ વિકેટ તેવી આસાન નથી હોતી. એટલે જીતનો બધો શ્રેય બોલરોને જાય છે. (૪૦.૪)

(11:49 am IST)