Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

હવે રણજી ટ્રોફીમાં મહિલા અમ્‍પાયરો સેવા આપશેઃ બીસીસીઆઈનો ઐતિહાસીક નિર્ણય

આગામી સિઝન માટે મહિલા અમ્‍પાયરોની યાદી તૈયાર કરવામાં આવશે

નવીદિલ્‍હીઃ ફરી એકવાર બીસીસીઆઈએ મહિલાઓને લગતો મોટો નિર્ણય લીધો છે.   હવેથી મહિલા અમ્‍પાયરોને પણ રણજી ટ્રોફીમાં ફરજ બજાવવાની તક મળશે. અત્‍યાર સુધી આવું પહેલાં કયારેય બન્‍યું નથી.બીસીસીઆઈ ટૂંક સમયમાં મહિલાઓ માટે અમ્‍પાયરિંગ ટેસ્‍ટ લેવા જઈ રહી છ. અમ્‍પાયરિંગ ટેસ્‍ટ પાસ કરીને ડ્રાફ્‌ટ લિસ્‍ટમાં સામેલ મહિલાઓ, ટુંક સમયમાં ડોમેસ્‍ટિક ક્રિકેટમાં અમ્‍પાયરિંગ કરતી જોવા મળશે. જે ત્રણ મહિલાઓને આ માટે પસંદ કરવામાં આવી છે. તેઓ હાલમાં મેચો દરમિયાન અફિશિએટિંગ કે જેઓ સ્‍કોરરનું કામ અને અન્‍ય મેદાનની બહારનું કામ કરે છે અને રણજી ટ્રોફીમાં પણ જોવા મળશે.

આ વખતે રણજી ટ્રોફીમાં જે ત્રણ મહિલાઓની પસંદગી કરવામાં આવી છે, તેમાં મુંબઈની વળંદા રાઠી, ચેન્નાઈની જનની નારાયણ અને ગાયત્રી વેણુગોપાલનનો સમાવેશ થાય છે. આ ત્રણેય મહિલા અમ્‍પાયર રણજી ટ્રોફીની આ સિઝનમાં અર્પણ કરશે. બીસીસીઆઈના અધિકારીને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્‍યું છે કે ટૂંક સમયમાં રણજી ટ્રોફીમાં મહિલા અમ્‍પાયરો પણ જોવા મળશે. આગામી સિઝન માટે, તે મહિલા અમ્‍પાયરોની યાદી તૈયાર કરશે, જેમાં સામેલ મહિલાઓ અમ્‍પાયરિંગની પરીક્ષા પાસ કરશે અને સ્‍થાનિક ટુર્નામેન્‍ટમાં અમ્‍પાયર તરીકે ભાગ લેશે.

(3:39 pm IST)