Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કાલે આપણે જીતીશુ તો સિરીઝિ બરાબરી પર અને હારશુ તો શ્રેણી પણ ગુમાવીશું

ભારત- બાંગ્‍લાદેશ વચ્‍ચે સવારે ૧૧:૩૦થી મુકાબલો

નવી દિલ્‍હીઃ ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચેની બીજી વનડે મેચમાં વરસાદની કોઇ શક્‍યતા નથી. આવતી કાલે બુધવારે ૭ મીના બીજી  વનડે મેચ શેર-એ-બાંગ્‍લા સ્‍ટેડિયમમાં રમાશે.

આ મેચમાં એક તરફ ટીમ ઇન્‍ડિયા પ્રથમ વનડેની હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે તો બીજી તરફ બાંગ્‍લાદેશની ટીમ પણ આ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવાના ઇરાદા સાથે ઉતરશે. પ્રથમ વન-ડે-માં ભારે રસાકસી અને ભારતની નબળી ફિલ્‍ડીંગના લીધે પરાજ્‍ય થયો હતો.

હવામાન વિભાગે કહ્યું છે કે મેચ દરમિયાન ઢાકામાં વરસાદની બિલકુલ શક્‍યતા નથી. અહીં તાપમાન ૨૯ ડિગ્રીની આસપાસ રહી શકે છે. મેચ  ભારતીય સમય અનુસાર સવારે ૧૧.૩૦ વાગ્‍યે શરૂ થશે. ટીમમાં ફેરફારની શકયતા નહીવત છે. 

ટીમ ઇન્‍ડિયાની સંભવિત પ્‍લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા (કેપ્‍ટન), શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ (વિકેટકીપર),શ્રેયસ અય્‍યર, વોશિંગ્‍ટન સુંદર, દીપક ચહર, અક્ષર પટેલ, મોહમ્‍મદ સિરાજ, કુલદીપ સેન. 

(3:33 pm IST)