Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પેલેને ગોડમાં આસ્‍થા, ચાહકોની શુભેચ્‍છામાં શ્રદ્ધા

કેન્‍સરની સારવાર લઇ રહેલા બ્રાઝિલના ફુટબોલ-લેજન્‍ડ પેલેની છેલ્‍લા ૨૪ કલાકમાં તબિયત બગડી ન હોવાના આનંદના સમાચાર વચ્‍ચે ગઇકાલે સાંજે મળેલા અહેવાલ મુજબ ખુદ તેમણે કહયુ હતુ કે મારું આત્‍મબળ હજીયે પહેલા જેવુ જ છે. હું સમગ્ર મેડીકલ અને નર્સિગ ટીમનો આભારી તો છુે જ, ગોડમાં મને અખુટ શ્રદ્ધા છે. તબિયત વધુ સુધરશે એવી આશા સાથે હું સૌકોઇનો આભાર માનુ છું.

(11:00 am IST)