Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ત્રીજી ટેસ્ટમાં પૃથ્વી કરશે વાપસી?

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે યુવા ઓપનર પૃથ્વી શો પગની ઘૂંટીમાં થયેલી ઈજામાંથી સારો થઈ રહ્યો છે અને મેલબર્નમાં થનારી બોકિસંગ ડે ટેસ્ટ મેચમાં વાપસી કરે એવી શકયતા છે. મુંબઈનો ૧૯ વર્ષનો બેટ્સમેન ઓસ્ટ્રેલિયા ઈલેવન સામેની સીડનીમાં પ્રેકટીસ મેચ દરમિયાન ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હોવાથી તે પહેલી ટેસ્ટ નહિં રમી શકે. ત્રીજી બોકસીંગ ડે ટેસ્ટ ૨૬ થી ૩૦ ડિસેમ્બર વચ્ચે મેલર્બનમાં રમાશે.

શાસ્ત્રીએ કહ્યું હતું કે પૃથ્વી આ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો એ દુઃખદ છે, પરંતુ સારી વાત એ છે કે તેની હાલતમાં ઘણી ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેણે ચાલવાનું શરૂ કરી દીધુ છે. સપ્તાહના અંત સુધીમાં દોડવાનું શરૂ કરી દેશે. તે યુવા ખેલાડી છે. ઝડપથી ફીટ થઈ શકે છે. અમે પર્થ ટેસ્ટ દરમિયાન તેના વિશે નિર્ણય લઈશું.

(4:01 pm IST)
  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં SOG પોલીસનો દરોડો :રૂ. 2.77લાખનો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાયા access_time 2:39 pm IST