Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજકોટની પ્રિયાંશીએ નેપાળમાં રમાયેલ એશિયન ટેનીશ ચેમ્પીયનશીપમાં ડંકો વગાડયોઃ ગોલ્ડ-સીલ્વર મેડલ...

રાજય સરકારે ગુજરાતનું નામ ગૌરવ કરનાર આ દિકરીને લાખેણું ઇનામ જાહેર કરવુ જોઇએ...: સીંગલમાં રનર્સઅપઃ ડબલ્સમાં ચેમ્પીયનઃ માતા-પિતા-કોચ ભાવવિભોર...

રાજકોટ તા. ૬ :.. તાજેતરમાં સ્ટેટ ખેલ મહાકુંભમાં અમદાવાદમાં જબરદસ્ત રમત દાખવી રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છનંુ નામ રોશન કરનાર પ્રિયાંશી ગીરીશભાઇ ચૌહાણે અન્ડર-૧૪ ની નેપાળમાં રમાયેલી એશીયન ટેનીશ ચેમ્પીયનશીપમાં જબરો ડંકો વગાડી સમગ્ર દેશમાં ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે લખી નાખ્યું છે, નાનકડી પ્રિયા ઉપર ચારેબાજૂથી અભિનંદન વર્ષા વરસી રહી છે, દેશમાંથી બે જ દિકરી સિલેકટ થઇ હતી તેમાંથી એક રાજકોટની રામકૃષ્ણનગર-૧, ધર્મરાજ એપાર્ટમેન્ટમાં રહેતા ગીરીશભાઇ ચૌહાણ તથા કાજલ ચૌહાણની આ પનોતી પુત્રીએ ટેનીશમાં જબરી રમત દાખવી એક ગોલ્ડ અને એક સિલ્વર એમ બે મેડલ હાંસલ કરી નેપાળને દંગ કરી દિધુ હતું.

શહેરની પ્રિયાંશી ચૌહાણે આંતરરાષ્ટ્રીય ટેનિસ ચેમ્પીયનશીપમાં પણ ડંકો વગાડી ગોલ્ડ, સીલ્વર મેડલ મેળવ્યો છે.

નેપાળમાં જ એશિયન ટેનિસ ફેડરેશન દ્વારા અન્ડર-૧૪ ચેમ્પીયનશીપ યોજાઇ હતી. જેમાં શહેરની પ્રિયાંશીએ ડબલ્સ અને સીંગલ્સમાં ભાગ લીધો હતો. ડબલ્સમાં શુભાંગી શાહ સાથે રમી પ્રિયાંશીએ પ્રતિસ્પર્ધી મીલી ચૂંગ-અઝા રેગ્મીને ૬-ર, ૭-પ થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જયારે સિંગલ્સ ઇવેન્ટમાં યજમાન નેપાળની શ્રવાની શ્રેષ્ઠા સામે ફાઇનલમાં ર-૬, ર-૭ થી પરાજયનો સામનો કરવો પડતા સીલ્વર મેડલથી મન મનાવવું પડયું હતું. કોચ કુલદીપ જોષી પાસે તાલીમ લેતી પ્રિયાંશીની સિધ્ધિ બદલ શાળા સંચાલકે અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રિયાંશીએ આ સિધ્ધી મેળવી ત્યારે પિતા આઇસીઆઇસીઆઇ બેંકના ઓફીસર ગીરીશ ચૌહાણ હાજર હતાં. બંને માતા-પિતા ભાવવિભોર બની ગયા હતાં, કોચ કુલદીપ જોષી પણ આનંદથી ઝૂમી ઉઠયા હતાં.

ગુજરાતનો ડંકો વગાડનાર પ્રિયાંશીને આ બે મેડલ બદલ ગુજરાત સરકારે ખાસ સ્પેશીયલ લાખેણું ઇનામ જાહેર કરવું તેમ ચાહક વર્ગની માંગણી ઉઠી છે. (પ-૧૭)

(12:15 pm IST)
  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • ભાવનગરના વરતેજ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ : પોલીસ કાફલો ધટનાસ્થળે : કોંગ્રેસના આગેવાનો પણ દોડી આવ્યા : દબાણ હટાવાનુ બંધ કરાવવા કોંગ્રેસ નેતા દોડી આવ્યા : નોટિસ વિના દબાણ હટાવવા આવ્યા હોવાનો અાક્ષેપ access_time 11:24 pm IST

  • અમદાવાદ: આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં સાક્ષીઓના નિવેદનના મુદ્દાને લઈને હાઇકોર્ટમાં થઇ અરજી:વિરોધાભાસી નિવેદનો કોર્ટને બતાવવા અંગે આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં થઇ અરજી:હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને ઇશ્યુ કરી નોટિસ:સરકારે જવાબ રજૂ કરવા માટે માંગ્યો સમય: ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે સુનવણી access_time 2:40 pm IST