Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ચેન્નાઈ સુપરમાં અંતે ધોનીની વાપસી :મહત્વના નિર્ણય થયા

ફ્રેન્ચાઇસીસ ખેલાડીઓ ઉપર ૬૪૦ કરોડ ખર્ચ કરશે : દિલ્હીમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક થઇ

નવીદિલ્હી,તા. ૬: ઇન્ડિયન પ્રિમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલે બે સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવેલા બે ફ્રાન્ચાઇઝીજથી ત્રણ ખેલાડીઓને આગામી સિઝનમાં રમવાની મંજુરી આપી દીધી છે. આનો મતલબ એ થયો કે, ભારતીય સુપર સ્ટાર એમએસ ધોની ચેન્નાઈ સુપરકિંગમાં ફરી પ્રવેશ કરશે અને આ ટીમ તરફથી રમશે. એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગને બે વખત ટ્રોફી જીતાડવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. આજે નવી દિલ્હીમાં મિટિંગ મળી હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ સાથે બેઠક ચાલી હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. આઈપીએલ જીસીની બેઠકમાં આઈપીએલ ખેલાડીઓને જાળવવા સાથે સંબંધિત પોલિસી પર ચર્ચા થઇ હતી. પગાર મર્યાદા, ખેલાડીઓના રેગ્યુલેશન અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોમાં કેટલાક નિર્ણય મહત્વપૂર્ણ રહ્યા હતા. ૨૦૧૫ની ટીમમાંથી ખેલાડીઓને જાળવવા રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરને મંજુરી આપવામાં આવી હતી. અન્ય ફ્રેન્ચાઇઝીસ માટે નહીં રમનાર ખેલાડીઓને પણ ફાયદો થશે. બીજી બાજુ ઇન્ડિયન પ્રિમિયર લીગ આગામી વર્ષે વધુ જંગી ખર્ચ કરી શકે છે. આગામી વર્ષે એકલા ખેલાડીઓ ઉપર ૪૮૦૬૪૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવી શકે છે. આગામી ત્રણ વર્ષ માટે ફ્રેન્ચાઇસીસ માટે ખેલાડીની મર્યાદા વધારી દેવામાં આવી છે. ફ્રેન્ચાઇસીસને ૨૦૧૭માં ૬૬ કરોડની સામે ૨૦૧૮માં ૮૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની મંજુરી અપાઈ છે. આવી જ રીતે ૨૦૧૯માં ૮૨ કરોડ અને ૨૦૨૦માં ૮૫ કરોડ ખર્ચ કરવાની મંજુરી અપાઈ છે.

 

(8:38 pm IST)