Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વેસ્ટઈન્ડિંઝની ટીમમાં ફાસ્ટ બોલર રોન્સફોર્ડ બેલોટનનો નવા ચેહરા તરીકે સમાવેશ

નવી દિલ્હી:વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડ પ્રવાસમા રમાનારી ત્રણ ટી-૨૦ મેચીસ માટેની ટીમમાં રયાદ એમ્બ્રિસને સામેલ કર્યો છે. જ્યારે વન ડે ટીમમાં નિકિતા મિલરનું પુનરાગમન થયું છે અને નવા ચહેરા તરીકે ફાસ્ટ બોલર રોન્સફોર્ડ બેઓટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગેલ અને સેમ્યુઅલ્સ ઈંગ્લેન્ડ સામેની ટીમમાં સામેલ હતા, તેમને શ્રેણી માટેની ટીમમાં પણ ટીમમાં સ્થાન મળ્યું છે. બંને દેશો વચ્ચે ૨૦, ૨૩ અને ૨૬ ડિસેમ્બરે વન ડે રમાશે, જ્યારે ત્યાર બાદ ૨૯ ડિસેમ્બરે અને તેમજ જાન્યુઆરીએ ટી-૨૦ રમાશે. વિન્ડિઝની વન ડે ટીમ : હોલ્ડર (કેપ્ટન), મોહમ્મદ (વાઈસ કેપ્ટન), સુનિલ એમ્બ્રિસ, બેઓટન, ગેબ્રિયલ, ગેલ, કાયલ હોપ, શાઈ હોપ, જોસેફ, લુઇસ, મીલર, નર્સ, પોવેલ, સેમ્યુઅલ્સ, વિલિયમ્સ. ટી-૨૦ ટીમ : કાર્લોસ બ્રાથવેઈટ (કેપ્ટન), બદ્રી, બેઓટન, રયાદ એમ્બ્રિસ, ફ્લેચર, ગેલ, મોહમ્મદ, નારાયણ, પોલાર્ડ, પોવેલ, સેમ્યુઅલ્સ, ટેલર, વાલ્ટન, વિલિયમ્સ.

 

(6:00 pm IST)