Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

લંકાની અડધી ટીમ પેવેલીયનમાં : જીત માટે ૫ વિકેટની જરૂર

ભારત - શ્રીલંકા ટેસ્ટ : વધુ એક જીત માટે ટીમ ઈન્ડિયાના બોલરોની જહેમત ચાલુ : ધનંજયા ડિસીલ્વાની સદી ૧૧૯ રને રીટાયર્ડ હર્ટ : જાડેજાને ૩, શમી - અશ્વિનને ૧-૧ વિકેટ

નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા વચ્ચેનો અંતિમ ટેસ્ટ રસપ્રદ તબક્કામાં પહોંચી ગયો છે. વિરાટ સેનાએ વધુ એક સિરીઝ તો જીતી લીધી છે પણ આજનો મેચ જીતવા ટીમ ઈન્ડિયાના બોલરો જાન લગાવી રહ્યા છે.

ભારતે શ્રીલંકાને આપેલા ૪૧૦ રનના જંગી ટાર્ગેટ સામે ગઈસાંજે ઉતરેલી લંકાની ટીમના ત્રણ બેટ્સમેનો તો ગઈકાલે જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આજે પાંચમાં દિવસે ધનંજયા ડિસીલ્વાએ ૨૧૯ બોલમાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૧૯ રન બનાવી રીટાયર્ડ હર્ટ થયો છે જયારે લકમલ ૦, એન્જલો મેથ્યુઝ ૧ અને દિનેશ ચંદીમલ ૩૬ રને આઉટ થયા છે. રોશન સીલ્વા ૩૮ અને ડીકવેલા ૧૧ રને દાવમાં છે.ભારતીય બોલરો રવિન્દ્ર જાડેજા ૩, શમી અને અશ્વિને ૧-૧ વિકેટો મેળવી છે. આ લખાય છે ત્યારે શ્રીલંકાએ ૮૧ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૨૨૬ રન બનાવી લીધા છે. ભારતના ટાર્ગેટથી હજુ ૧૮૪ રન પાછળ છે ટીમ ઈન્ડિયાને જીત માટે પાંચ વિકેટની જરૂર છે.

(4:00 pm IST)