Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દિલ્હીને હવે રોટેશન પૉલિસીને લીધે વર્ષ ૨૦૨૦ પહેલાં મૅચ નથી મળવાની

શ્રીલંકાના બોલર સૅન્ડકને ગઈ કાલે માસ્ક પહેરીને બોલિંગ કરી હતી

નવી દિલ્હી: જે કામ શ્રીલંકન ટીમની ખરાબ હવા સંબંધિત ફરિયાદથી ન થઈ શક્યું એ કામ હવે ભારતીય ક્રિકેટ બોર્ડની રોટેશન પૉલિસીને લીધે કદાચ થવાનું છે. આંતરરાષ્ટ્રીય મૅચ દિલ્હીથી ઓછામાં ઓછા વર્ષ ૨૦૨૦ સુધી દૂર રહેવાની છે.
અહીંના ફિરોજશાહ કોટલા ગ્રાઉન્ડ પર ભારત સામેની વર્તમાન ટેસ્ટ-મૅચમાં પ્રદૂષિત હવા અને ગાઢ ધુમ્મસથી શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ રજૂ કરીને શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને રમ્યા છે. આ ઘટનાને પગલે દિલ્હીને નજીકના ભવિષ્યમાં ફરી આંતરરાષ્ટ્રીય મૅચનું આયોજન સોંપવામાં આવશે કે કેમ એની ચર્ચા થતી હતી એવામાં ગઈ કાલે અહેવાલ આવ્યો હતો કે દેશમાં બીજાં ઘણાં સ્થળો છે જે આયોજન માટે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે અને એવામાં નીતિ પ્રમાણે દિલ્હીને બે-અઢી વર્ષ મોકો નહીં મળે એવી સંભાવના છે. કોટલાનો વારો હવે ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૨૦માં આવવાની શક્યતા છે. દિલ્હીને નવેમ્બરમાં વન-ડેનું આયોજન પણ મળ્યું હતું. આવતા વર્ષે ભારતમાં લગભગ એક જ પૂર્ણ-સ્તરની સિરીઝ રમાવાની છે અને એમાં દિલ્હીને મોકો મળવાની કોઈ સંભાવના નથી.

 

(9:14 am IST)