Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હોકી મિઝોરમને મળ્યો 2019-20 માટે બેસ્ટ એચઆઈ સભ્યનો એવોર્ડ

નવી દિલ્હી:- હોકી મિઝોરમને 2019-20 માટે બેસ્ટ હોકી ઇન્ડિયા (એચઆઈ) ના સભ્ય જાહેર કરવામાં આવ્યા છે. અધ્યક્ષ જોથાંકીમી અને જનરલ સેક્રેટરી લાલરીનફેલાની દેખરેખ હેઠળ હોકી મિઝોરમે રાજ્યમાં હોકીના વિકાસ માટે ઘણા પ્રશંસનીય કાર્યો કર્યા છે અને માટે એચઆઇ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. હોકી ઇન્ડિયાએ રાકેશકુમારને સર્વશ્રેષ્ઠ કાર્યકરનો એવોર્ડ આપ્યો હતો. રાકેશને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે અનેક ટૂર્નામેન્ટ્સ યોજવા બદલ એવોર્ડ અપાયો હતો.સિવાય જાવેદ શેખને બેસ્ટ અમ્પાયર અને મેનેજરનો એવોર્ડ મળ્યો હતો. નાગપુરના મનીષ ગૌરને 2019-20 માટે શ્રેષ્ઠ તકનીકી અધિકારીનો એવોર્ડ મળ્યો.

(5:36 pm IST)