Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમારી ટીમ અલગ પ્રકારની, સંજોગો પ્રમાણે રમીએ છીએઃ બોલ્ટ જલ્દી ફીટ થઈ જશે

અમે ટાર્ગેટને કયારેય અમારા મગજમાં બેસાડી દેતા નથીઃ રોહિત

દુબઈઃ  મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ફાઈનલમાં કવોલિફાયર માટે તેના બેટ્સમેન અને બોલરોની પ્રશંસા કરતા કહ્યું કે તેની ટીમના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાં દિલ્હી કેપિટલ્સ સામે ૫૭ રનથી વિજય સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગણાવ્યું છે.

પરંતુ મેચ દરમિયાન કિવિનો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ ઘાયલ થઇ ગયો.  કેપ્ટન રોહિત શર્માએ આશા વ્યકત કરી છે કે તે ફાઇનલ સુધી સાજો થઇ જશે.

રોહિતે કહ્યું, 'મારૃં માનવું છું કે આ અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જે રીતે અમે અમારો ઇરાદો દેખાડયો. જે રીતે બીજી ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ (કિવન્ટન) ડિકોક અને સૂર્યા (સૂર્યકુમાર યાદવ) એ બોલિંગ કરી. જે રીતનો અમે અંત લાવ્યા અને પછી શાનદાર બોલિંગ કરી. '

મુંબઇને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ મળવા પર ૫ વિકેટે ૨૦૦ રન બનાવ્યા. તેના માટે સૂર્યકુમાર યાદવ (૫૧) અને ઇશાન કિશન (અણનમ ૫૫) એ અડધી સદી ફટકારી હતી, જયારે ડિકોકે ૪૦ અને હાર્દિક પંડ્યાએ ૧૪ બોલમાં અણનમ ૩૭ રન બનાવ્યા હતા. ત્યારબાદ જસપ્રિત બુમરાહે ૧૩ રનમાં ૪ વિકેટ લીધી હતી અને ટ્રેન્ટ બોલ્ટ ૨ ઓવરમાં ૯ રનમાં ૨ વિકેટ લઇને દિલ્હીને ૮ વિકેટ પર ૧૪૩ રન જ બનાવા દીધા.

રોહિતે કહ્યું, 'અમે કયારેય લક્ષ્યને મગજમાં બેસાડી દીધું નથી. અમે જુદા પ્રકારની ટીમ છીએ અને અલગ રીતે રમીએ છીએ. અમે સંજોગો પ્રમાણે રમવા માંગીએ છીએ. હું બીજી ઓવરમાં જ આઉટ થયો હતો, પરંતુ ડિકોક અને સૂર્યા એ પલ્લું અમારી તરફ નમાવી દીધું. અમે કયારેય ઇચ્છતા નહોતા કે તેમનો પલ્લું ભારે રહે.'

તેમણે કહ્યું ઇશાન શાનદાર ફોર્મમાં છે અને આથી અમે ઇચ્છતા હતા કે તેઓ સકારાત્મક થઇને રમે. તેના માટે સંદેશ સ્પષ્ટ હતો કે તેઓ ખુદ પર દબાણ ના બનાવે. આટલી વિવિધાપૂર્ણ ટીમ હોવાથી મારી પાસે બેટિંગનો ક્રમ બદલવા અને બોલિંગને રોટેટ કરવાનો વિકલ્પ રહે છે.

(2:50 pm IST)